PM MODIએ ગુજરાતને આપી ઓક્સિજન પ્લાન્ટની ભેટ, કોરોનાની ત્રીજી લહેર પહેલા આગોતરું આયોજન

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ઋષિકેશથી ઇ-લોકાર્પણ દ્વારા ગુજરાતમાં ભરૂચ, પાટણ, પાલનપૂર, થરાદ, ખેડબ્રહ્મા, ભિલોડા, માણસા, વડનગર, ગોધરા, સંતરામપૂર, ગરૂડેશ્વર, ન્યૂ સિવીલ હોસ્પિટલ સુરત, સ્મીમેર હોસ્પિટલ સુરત, સોલા સિવીલ હોસ્પિટલ અને ગાંધીનગરના PSA પ્લાન્ટ જનઆરોગ્ય સેવામાં સમર્પિત કર્યા હતા.

PM MODIએ ગુજરાતને આપી ઓક્સિજન પ્લાન્ટની ભેટ, કોરોનાની ત્રીજી લહેર પહેલા આગોતરું આયોજન
PM MODI presents oxygen plant to Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 1:03 PM

વડાપ્રધાન મોદી આજે સુરતમાં 3 ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું. સુરત સિવિલ હોસ્પિટલમાં ત્રણેય પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઓક્સિજન પ્લાન્ટ થકી દર્દીઓ માટે 3400 લીટર ઓક્સિજન ઉપલબ્ધ થશે. ત્રણ પ્લાન્ટની વાત કરીએ તો, કેન્દ્ર સરકાર દ્વારા 2 હજાર લિટરનો પ્લાન્ટ, એલ એન્ડ ટી કંપની દ્વારા 700 લીટર અને એસ્સાર કંપની દ્વારા 700 લીટરનો પ્લાન્ટ દાન આપવામાં આવ્યો છે. ત્રણેય પ્લાન્ટ હવાને શુદ્ધ કરે છે અને ઓક્સિજન આપે છે. એટલે કે ત્રણેય પ્લાન્ટને જોડીને દર્દીઓ માટે પ્રતિ મિનિટ 3400 લીટર ઓક્સિજન ઉપલબ્ધ બનશે. કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા ઓછી છે તેમ છતાં જો ત્રીજી લહેર આવે તો ઓક્સિજન અંગે કોઈ કસર બાકી રાખવામાં નહીં આવે.. વડાપ્રધાનની સૂચના મુજબ સરકારે ઓક્સિજન સંબંધિત તમામ તૈયારીઓ કરી લીધી છે.

પ્રધાનમંત્રી મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટોનું લોકાર્પણ કર્યું છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે શહેરી વિકાસમંત્રી વિનુભાઇ મોરડીયા ઉપસ્થિત રહ્યા હતા. જયારે સ્મીમેર હોસ્પિટલ ખાતે દંડક રમેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા માટે ઓક્સિજન સુવિધાનું આગોતરૂ આયોજન કર્યું છે. સરકારી હોસ્પિટલોને ઓક્સિજન પ્લાન્ટ સહિતના આરોગ્ય સંસાધનોથી સુસજ્જ કરવામાં આવી રહી છે. રાજયની ૧૮ જેટલી હોસ્પિટલો ખાતે PSA ઓક્સિજન પ્લાન્ટોનું સામુહિક લોકાર્પણ કર્યું.

જે અંતર્ગત સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.૧.૬૦ કરોડના ખર્ચે પી.એમ.કેર્સ ફંડમાંથી નિર્મિત થયેલા ૪.૬૮ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ થયું છે. જેમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે રૂ.૮૦ લાખના ખર્ચે ૧.૮૭ મેટ્રીક ટન ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

શહેરી વિકાસમંત્રી વિનુભાઈ મોરડીયા સવારે ૧૦.૦૦ વાગે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે જિલ્લાકક્ષાના ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોરોના વોરિયર્સ અને વેકસીનેશનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું.

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ઋષિકેશથી ઇ-લોકાર્પણ દ્વારા ગુજરાતમાં ભરૂચ, પાટણ, પાલનપૂર, થરાદ, ખેડબ્રહ્મા, ભિલોડા, માણસા, વડનગર, ગોધરા, સંતરામપૂર, ગરૂડેશ્વર, ન્યૂ સિવીલ હોસ્પિટલ સુરત, સ્મીમેર હોસ્પિટલ સુરત, સોલા સિવીલ હોસ્પિટલ અને ગાંધીનગરના PSA પ્લાન્ટ જનઆરોગ્ય સેવામાં સમર્પિત કર્યા હતા.

ભરૂચમાં આ PSA પ્લાન્ટના લોકાર્પણ અવસરે સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા, નાયબ મુખ્યદંડક શ્રી દુષ્યંતભાઇ પટેલ, પૂર્વ મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ તેમજ ભરૂચ જિલ્લાના વિધાયકો, અગ્રણીઓ, વરિષ્ઠ અધિકારીઓ પણ મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતા.

ગુજરાતને PM Cares Fund અન્વયે ૮૭ મેટ્રીક ટનની ક્ષમતાના પ૯ PSA પ્લાન્ટ પૂરા પાડવામાં આવનારા છે તે પૈકી પ૮ PSA પ્લાન્ટ કાર્યરત થઇ ગયા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ PM Cares PSA ઓક્સિજન પ્લાન્ટ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થયેલા રાષ્ટ્રવ્યાપી સામુહિક ઇ-લોકાર્પણ અન્વયે ભરૂચ સિવીલ હોસ્પિટલમાં PSA પ્લાન્ટના લોકાર્પણ સમારોહમાં સહભાગી થયા હતા.

g clip-path="url(#clip0_868_265)">