PM Modi In Gujarat: આટકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં પંડાલ પણ નાનો પડ્યો? પંડાલની પાછળની બાજુના ફોટામાં જુઓ જનમેદની

|

May 28, 2022 | 12:13 PM

આટકોટમાં કે.ડી પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કરતા વિરનગર ગામના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આટકોટના વિરનગર ગામથી મોટી સંખ્યામાં PM મોદી(PM Narendra Modi)નું સ્વાગત કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે.

PM Modi In Gujarat: આટકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં પંડાલ પણ નાનો પડ્યો? પંડાલની પાછળની બાજુના ફોટામાં જુઓ જનમેદની
Backside of the venue in Atkot

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) હાલ ગુજરાત(Gujarat)ના પ્રવાસે છે ત્યારે વડાપ્રધાન આટકોટ કે.ડી પરવાડિયા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે દીપ પ્રગટાવીને અને તખતીનું અનાવરણ કરીને હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આટકોટ(Atkot)માં કે.ડી પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કરતા વિરનગર ગામના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આટકોટના વિરનગર ગામથી મોટી સંખ્યામાં PM મોદીનું સ્વાગત કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે. જેમાં વિરનગરની મહિલાઓ એકજ ડ્રેસ કોડમાં જોવા મળી છે. ત્યારે જનમેદની એટલી ઉમટી છે કે પંડાલ પણ નાનો પડ્યો હતો.

જણાવી દઈએ કે રાજકોટ એરપોર્ટ ઉતર્યા બાદ વડાપ્રધાન હેલિકોપ્ટર મારફત આટકોટ જવા રવાના થયા હતા. આટકોટમાં પહોંચતાં જ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ આટકોટ પહોંચ્યા હતા. તેમજ ગૃહમંત્રી અમિત શાહ દ્વારકા પહોંચ્યા છે જ્યાં ભાજપના નેતા પબુભા માણેક,ખીમભાઈ જોગલ,નગર પાલિકા પ્રમુખ જ્યોતિ સામાણી, મુરૂભાઈ બેરા સહિતના આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું.

વડાપ્રધાનના કાર્યક્રમમાં એટલા બધા લોકો ઉમટી પડ્યા કે શમિયાણું પણ ટુંકું પડ્યું

વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં એટલા બધા લોકો ઉમટી પડ્યા કે શમિયાણું પણ ટુંકું પડ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો શમિયાણાની પાછળ તડકામાં ઉભા રહ્યા હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાજકોટમાં એઈમ્સ, જામનગમાં ટ્રેડિશનલ મેડિશન સેન્ટર અને આટકોટમાં આ હોસ્પિટલ

વડાપ્રધાને જણાવ્યું કે રાજકોટમાં એઈમ્સ, જામનગમાં ટ્રેડિશનલ મેડિશન સેન્ટર અને આટકોટમાં આ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રમાં આરોગ્યનું હબ બનશે. ગુજરાતમાં પહેલા 9 મેડિકલ કોલેજ હતી અને હાલ 30 છે. હવે તો ગુજરાતી માતૃ ભાષામાં પણ MBBS થઈ શકે છે.

રાજકોટ એન્જિનરીંગ હબ છે. દરેક ગાડીના પાર્ટસ રાજકોટમાં બને છે

અત્યારે ઉદ્યોગોમાં ગુજરાત ખુબ આગળ વધી ગયું છે. પહેલાં માત્ર વડોદરાથી વાપી વચ્ચે જ ઉદ્યોગો દેખાતા હતા હવે રાજ્યના દરેક ખુણામાં ઉદ્યોગો સ્થપાઈ ગયા છે. અમે પણ રાજકોટ તે એન્જિનરીંગ હબ છે. દરેક ગાડીના પાર્ટસ રાજકોટમાં બને છે.

ગરીબ માતાઓને દુખ ન પડે તે કામ કરવા દિલ્હીમાં તેમનો દીકરો બેઠો

ગરીબી વિષે મારે બહારથી જાણવું પડ્યું નથી મે પોતે તે અનુભવ્યું છે. ગરીબ પરિવારમાં માતા બિમાર હોય તો પણ પોતે કોઈને જણાવતી નથી. તે બધું સહન કરતી રહે છે. દીકરો દેવામાં ન ડુબે તે મોટે હોસ્પિટલ નહોતી જતી પણ આવી માતાઓને દુખ ન પડે તે કામ કરવા દિલ્હીમાં તેમનો દીકરો બેઠો છે. આ માટે આયુષ્માન કાર્ડ લાગુ કરવામાં આવ્યું છે. જેથી આવી માતાની મફતમાં સારવાર થઈ શકે છે.

Published On - 11:53 am, Sat, 28 May 22

Next Article