બ્રેકિંગ ન્યૂઝ : અમદાવાદ એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન એક વ્યક્તિની ધરપકડ, બોક્સમાં બોમ્બ હોવાનું કહેતા પોલીસ થઇ દોડતી

|

Jan 31, 2024 | 1:03 PM

અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિએ એરપોર્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન એક બોક્સમાં બોમ્બ હોવાની વાત કરી હતી. જેને લઇને પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ વ્યક્તિએ બોક્સમાં બોંબ હોવાનું કહી સુરક્ષાકર્મીઓને દોડતા કર્યા હતા

બ્રેકિંગ ન્યૂઝ : અમદાવાદ એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન એક વ્યક્તિની ધરપકડ, બોક્સમાં બોમ્બ હોવાનું કહેતા પોલીસ થઇ દોડતી

Follow us on

અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિએ એરપોર્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન એક બોક્સમાં બોમ્બ હોવાની વાત કરી હતી. જેને લઇને પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ વ્યક્તિએ બોક્સમાં બોંબ હોવાનું કહી સુરક્ષાકર્મીઓને દોડતા કર્યા હતા.

બોક્સમાં બોમ્બ હોવાનું આરોપીએ જણાવ્યું હતુ

અમદાવાદ એરપોર્ટ પરથી શાહઝેબ ઈરફાન અહમદ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ ઉત્તર પ્રદેશના અમરાહાનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે.આ વ્યક્તિ વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી જઇ રહ્યો હતો, ત્યારે સુરક્ષાકર્મીઓ દ્વારા તેના સામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યુ હતુ. આ વ્યક્તિ પાસે એક થર્મોકોલનું બોક્સ હતુ.ચેકિંગ દરમિયાન તેને આ બોક્સમાં રાખેલા સામાન અંગે પુછવામાં આવ્યુ હતુ. આ વ્યક્તિએ ગુસ્સા સાથે બોક્સમાં બોમ્બ હોવાનું જણાવ્યુ હતુ.

સુરક્ષાકર્મીઓ સહિતની પોલીસ ટીમ દોડતી થઇ

વાસ્તવમાં આ બોક્સમાં ખોરાક સહિતની કોઇ વસ્તુ હોય તેવુ લાગી રહ્યુ હતુ, પણ જે રીતે આ વ્યક્તિએ પ્રતિક્રિયા આપી હતી, તે જોઇને સુરક્ષાકર્મીઓ સહિતની પોલીસ ટીમ દોડતી થઇ ગઇ હતી.જે પછી સુરક્ષાકર્મચારીઓ દ્વારા બોમ્બની ચકાસણી કરવામાં આવી હતી. શાહઝેબ ઈરફાન અહમદની પણ ચકાસણી અને પુછપરછ કરવામાં આવી હતી.

ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ

આરોપી સામે કાયદેસરની કાર્યવાહી

જે પછી આ વ્યક્તિને એરપોર્ટ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો હતો. શાહઝેબ ઈરફાન અહમદની પ્રાથમિક પુછપરછ પણ કરવામાં આવી છે. જે પચી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીના મોબાઇલ તથા અન્ય સામાનની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે જ તેના સંપર્કોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

જો કે સાવચેતીના ભાગ રુપે CISFની બોંબ સ્કવોર્ડ સહિતની ટીમ દ્વારા ચકાસણી શરુ કરી દીધુ હતુ. આરોપીએ અચાનક જ ગુસ્સામાં બોમ્બ હોવાનું કહ્યુ હતુ, કે બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ હતી કે કેમ તે અંગે હજુ પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

 

Published On - 12:31 pm, Wed, 31 January 24

Next Article