રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવારમાં બેદરકારી! ડૉક્ટર ક્યારે આવે તેની ખબર નથી: નર્સ
રાજકોટમાં એક તરફ મોટી સંખ્યામાં નવજાત બાળકોના મૃત્યુ થયા છે. ત્યાં બાળકોના વોર્ડમાં સારવારમાં બેદરકારી રખાતી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક મહિલા સવારે 5 વાગ્યાથી બેઠી છે. પરંતુ ડૉક્ટર હાજર ન હોવાથી બાળકને સારવાર મળી શકી નથી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

રાજકોટમાં એક તરફ મોટી સંખ્યામાં નવજાત બાળકોના મૃત્યુ થયા છે. ત્યાં બાળકોના વોર્ડમાં સારવારમાં બેદરકારી રખાતી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક મહિલા સવારે 5 વાગ્યાથી બેઠી છે. પરંતુ ડૉક્ટર હાજર ન હોવાથી બાળકને સારવાર મળી શકી નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ મહિલાએ ડૉક્ટર અંગે પૂછતા જ સ્ટાફ નર્સે ઉડાઉ જવાબ આપ્યા, નર્સે કહ્યું કે ડૉક્ટર ક્યારે આવે અને ક્યારે ન આવે તેની અમને ખબર ન પડે. રાજકોટ સિવિલમાં 24 કલાક ડૉક્ટર હોવા ફરજીયાત છે. ત્યારે હોસ્પિટલની અંદરનો વીડિયો સામે આવતા જ આરોગ્યની સેવાઓમાં લાલિયાવાડી ચાલતી હોવાનું સામે આવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: IPS અધિકારીઓ જ કરે છે ભ્રષ્ટ્રાચાર! નિવૃત IPS અધિકારીની FB પોસ્ટ થઈ વાયરલ

