AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલની અધ્યક્ષતામાં પાટણમાં કોર કમિટીની બેઠક, ભાજપના વિવિધ હોદ્દેદારો સાથે કરશે બેઠક

કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ (Union Commerce Minister Piyush Goyal) આજથી પાટણના (Patan) બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે પાટણની વિવિધ 7 વિધાનસભા વિસ્તાર મુજબ કોર કમિટીની બેઠક મળશે.

Gujarat Election: કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલની અધ્યક્ષતામાં પાટણમાં કોર કમિટીની બેઠક, ભાજપના વિવિધ હોદ્દેદારો સાથે કરશે બેઠક
પ્રધાન પિયુષ ગોયલની અધ્યક્ષતામાં પાટણમાં કોર કમિટીની બેઠક મળશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2022 | 12:23 PM
Share

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને ભાજપે (BJP) તૈયારીઓ આરંભી છે. જેમાં રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધ્યા છે. જેના ભાગરૂપે રાજ્યના પ્રવાસે આવેલા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ( Piyush Goyal) આજથી બે દિવસના પાટણ જિલ્લાના પ્રવાસે છે. તેઓ પાટણમાં અનેક સંગઠનાત્મક કાર્યકરોમાં હાજરી આપીને કાર્યકરોને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરશે. હાલ ગુજરાતમાં જોવા જઇએ તો વિધાનસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો સક્રિય છે. જેમાં આમ આદમી પાર્ટીએ તો અનેક બેઠકો પર ઉમેદવાર પર જાહેર કર્યા છે.

પિયુષ ગોયલ ભાજપના વિવિધ હોદ્દેદારો સાથે કરશે મંથન

કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ આજથી પાટણના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે પાટણની વિવિધ 7 વિધાનસભા મુજબ કોર કમિટીની બેઠક મળશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન હોલ ખાતે બેઠક મળવાની છે. જેમાં પાટણ જિલ્લા ભાજપના વિવિધ હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રતિનિધિ તેમજ ભાજપના વિવિધ સંઠનાત્મક મોરચા અને સેલના હોદ્દેદારો સાથે પણ મંથન કરશે. આવતીકાલે રાણીની વાવ, પટોળા હાઉસ સહિત અન્ય સ્થળની તેઓ મુલાકાત લેશે. તેમજ જિલ્લા કલેકટર કચેરીમાં વહીવટી અધિકારીઓ સાથે પણ બેઠક કરશે.

GTUમાં વિવિધ પ્રોજેક્ટની મુલાકાત કરી હતી

ગઇકાલે એટલે કે 20 ઓગસ્ટે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે જીટીયુ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા પ્રોજેકટની મુલાકાત લીધી હતી. તેમજ GTUના ઈંક્યુબેશન સેન્ટર ખાતે થયેલા સ્ટાર્ટ-અપનું પણ નિરીક્ષણ કર્યું હતું. તો મેક એન્ડ બ્રેક, ટેકનો IT હબ અને સ્પેરો હેલ્થ LLP સ્ટાર્ટઅપનું પણ નિરિક્ષણ કર્યું હતું.આ સાથે કેન્દ્રિય પ્રધાન દ્વારા GTUના કોન્ફરન્સ હોલ ખાતે મોદી@20 પુસ્તક પર મંથન કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે. તેમ તેમ કેન્દ્રીય પ્રધાનો ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ તરફ ભાજપના (BJP Party) રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ (BLSantosh) પણ આજે ગુજરાત મુલાકાતે છે. તેઓ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે તેઓ વિવિધ બેઠકો કરશે. જેમાં પ્રદેશ મોર્ચાથી લઈ પ્રદેશ નેતાઓ સુધી અલગ- અલગ બેઠક યોજાશે.આ તમામ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે.તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) પણ બેઠકોમાં ઉપસ્થિતિ રહેવાના છે.ઉપરાંત સાંજે મુખ્યપ્રધાન નિવાસસ્થાને કોર ગ્રુપની પણ બેઠક યોજાશે.જેમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ કોર ગ્રુપમાં ચર્ચા કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">