Patan જિલ્લાનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 88.85 ટકા પરિણામ આવ્યું, સમી તાલુકાનું સૌથી વધારે પરિણામ આવ્યું

|

Jun 04, 2022 | 7:08 PM

પાટણ(Patan) જિલ્લામાં 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યો હતો. જેમાં પાટણ કેન્દ્રનું 91.96, સિદ્ધપુરનું 92.26, રાધનપુરનું 92.61, ચાણસ્માનું 86.38, કોઇટાનું 83.77, વાયડનું 84.40, મેથાણનું 91.38, ધીનોજનું 76.07, હારીજનું 88.73, શંખેશ્વરનું 90.91, વારાહીનું 96.83, સમીનું 97.91, બાલીસણાનું 78.54 ટકા પરિણામ આવ્યું હતું.

Patan જિલ્લાનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 88.85 ટકા પરિણામ આવ્યું, સમી તાલુકાનું સૌથી વધારે પરિણામ આવ્યું
Patan GSEB Exam Result 2022
Image Credit source: File Image

Follow us on

ગુજરાત(Gujarat)  માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board GSEB 12th Results )દ્વારા ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ(Result) સવારે ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ(Patan)જિલ્લાનું 88.85 ટકા પરિણામ જાહેર થયું હતું.પાટણ જિલ્લામાં 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યો હતો. જેમાં પાટણ કેન્દ્રનું 91.96, સિદ્ધપુરનું 92.26, રાધનપુરનું 92.61, ચાણસ્માનું 86.38, કોઇટાનું 83.77, વાયડનું 84.40, મેથાણનું 91.38, ધીનોજનું 76.07, હારીજનું 88.73, શંખેશ્વરનું 90.91, વારાહીનું 96.83, સમીનું 97.91, બાલીસણાનું 78.54 ટકા પરિણામ આવ્યું હતું. પાટણ જિલ્લામાં સૌથી વધુ પરિણામ સમી તાલુકાનું નોંધાયું હતું અને ઓછું ધીનોજનું 76.07 ટકા નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતમાં ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org ઉપર જાહેર કરવામાં આવ્યું હતું. આજે જાહેર થયેલા રિઝલ્ટમાં રાજ્યના છેવાડે આવેલા આદિવાસી બહુલ ડાંગ જિલ્લાએ રાજ્યમાં સૌથી વધુ 95. 41 ટકા પરિણામ સાથે બાજી મારી છે તો સૌથી નીચું 56.43 ટકા પરિણામ વડોદરાના ડભોઈ શહેરનું રહ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 86.91 ટકા રહ્યું છે.

તો વડોદરાજિલ્લાનું સૌથી ઓછુ 76.49 ટકા પરિણામ જાહેર થયુ છે, તેમાં ડભોઈ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા રહ્યું છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો અમદાવાદ શહેરનું 79.87 ટકા પરિણામ જ્યારે જામનગર જિલ્લાનું 89.39 ટકા પરિણામ રહ્યું છે તો કચ્છ જિલ્લાનું પરિણામ 91. 24 ટકા રહ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આદિવાસી બહુલ વિસ્તાર ડાંગનો રહ્યો દબદબો

આજે પરિણામ જાહેર થયું તેમાં આદિવાસી  વિસ્તાર ગણતા રાજ્યના છેવાડાના જિલ્લા ડાંગનો  દબદબો રહ્યોછે અને અહીં સુબીર કેન્દ્ર સહિત છાપી, અલારસા કેન્દ્રનો સો ટકા પરિણામનો સમાવેશ થાય છે. નોંધીય છે કે રાજ્યની કુલ 1,064 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર થયુ છે. પરિણામ જાહેર  થતાં જ સારા માર્કસ અને પર્સન્ટાઈલ સાથે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી શાળાના શિક્ષકો,વાલીઓ  તેમજ વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઇ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું.

ગેરરિતીના 2,000 ઉપરાંત કેસ સામે આવ્યા

સામાન્ય પ્રવાહની  પરીક્ષામાં ગેરરિતીના કુલ  2,544 ગેરરીતિના કેસ નોંધાયા હતા તો બીજી તરફ 2092 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. તો 25,215 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવ્યો છે. 62734 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ, 84629 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 76449 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મેળવ્યો છે.

ગુજરાતી માધ્યમનું  87.22 ટકા પરિણામ

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ગુજરાતી માધ્યમનું 87.22 ટકા પરિણામ, જ્યારે અંગ્રેજી માધ્મમનું 86.85 ટકા પરિણામ આવ્યું છે  ગુજરાતી વિષયનું  પરિણામ  99.18 ટકા  રહ્યું છે.

 

Published On - 7:06 pm, Sat, 4 June 22

Next Article