AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PATAN : ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત, બાળકી સહીત 3 લોકોના ઘટનાસ્થળે મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 2:39 PM
Share

Patan Accident : પોલીસને જાણ થતા પોલીસ ઘ્ત્નાસ્થેલ દોડી આવી હતી અને ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માતની આ ઘટના બાદ ટેન્કરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો છે.

PATAN : પાટણમાં ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. પાટણના ચાણસ્મા-મહેસાણા રોડ પર આ અકસ્માત થયો છે. કાર અને ટેન્કર વચ્ચે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર બાળકી સહિત 3 વ્યકિતના ઘટનાસ્થળે મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે ચાણસ્મા-મહેસાણા રોડ પર લડવા ગામ પાસે આ ટેન્કર અને કાર સામ સામેથી પસાર થિયા રહ્યાં હતા ત્યારે બાજુમાંથી નીકળી રહેલા મોટરસાયકલ સવારને બચાવવા જતા કાર અને ટેન્કર સામ સામે ધડાકાભેર અથડાયા હતા અને આ અકસ્માતમાં કારમાં સવાર બાળકી સહીત ત્રણ લોકોના ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ થયા છે.

ચાણસ્મા-મહેસાણા રોડ પર થયેલા આ અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામ થયું હતું.પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે  દોડી આવી હતી અને ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માતની આ ઘટના બાદ ટેન્કરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો છે.

આ પણ વાંચો : VADODARA : હાઉસિંગ સ્કીમમાં ડ્રોનું કૌભાંડ, VMC ના બે અધિકારીઓની અટકાયત

Scam of draw in housing scheme : VMC ના સિટી એન્જીનીયર શૈલેષ મિસ્ત્રી દ્વારા નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી, જેને આધારે કોર્પોરેશનના આ બંને અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો : VADODARA : મેડીકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાળ સમેટી, દર્દીઓને હાશકારો

Resident doctors called off the strike : SSG મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે હડતાળની વચ્ચે ગઈકાલે 11 ઓગષ્ટે જુનિયર ડોકટરોની હડતાળના આઠમાં દિવસે જુનિયર ડોકટરોની હડતાળનો આંશિક અંત આવ્યો હતો.અને હવે આજથી હડતાળ સંપૂર્ણ રીતે સમેટી લેવામાં આવતા દર્દીઓને મોટી રાહત થઇ છે.

g clip-path="url(#clip0_868_265)">