AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Language Day : ગુજરાતી વ્યાકરણનો પાયો નાખનાર હેમચંદ્રાચાર્યજીના નામની યુનિવર્સિટીમાં જ ભાષા ભવન નહીં, 12 વર્ષની રજૂઆતો પણ વ્યર્થ

Patan News : નિરાશાજનક વાત એ છે કે ગુજરાતી વ્યાકરણનો પાયો ઘડનાર જૈનમુની હેમચંદ્રાચાર્યજીના નામથી જોડાયેલી પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી જ ગુજરાતી ભાષા ભવનથી વંચિત છે.

Language Day : ગુજરાતી વ્યાકરણનો પાયો નાખનાર હેમચંદ્રાચાર્યજીના નામની યુનિવર્સિટીમાં જ ભાષા ભવન નહીં, 12 વર્ષની રજૂઆતો પણ વ્યર્થ
12 વર્ષથી કરવામાં આવે છે HNGUમાં ભાષા ભવન માટે માગ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2023 | 3:19 PM
Share

21 ફેબ્રુઆરી એટલે માતૃભાષા દિવસ. આજે રાજયભરમાં માતૃભાષા દિવસની ઉજવણી થઇ રહી છે. હજુ તો થોડા જ સમય પહેલા સરકારે પણ તમામ સરકારી કચેરીઓ, જાહેર સ્થળોએ ગુજરાતીમાં દિશાનિર્દેશ મૂકવાનો ફરજિયાત પરીપત્ર જાહેર કર્યો છે. જો કે નિરાશાજનક વાત એ છે કે ગુજરાતી વ્યાકરણનો પાયો ઘડનાર જૈનમુની હેમચંદ્વરાચાર્યજીના નામથી જોડાયેલી પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી જ ગુજરાતી ભાષા ભવનથી વંચિત છે. સરકારમાં છેલ્લા 12 વર્ષથી અનેક રજૂઆતો બાદ પણ માતૃભાષા ભવન નથી મળ્યું.

અનેક રજૂઆત છતા કોઇ કાર્યવાહી નહીં

રાજ્યમાં માતૃભાષાનો વ્યાપ વધે એ માટે રાજ્ય સરકાર દર વર્ષે માતૃભાષા દિવસ પહેલા મોટી મોટી વાતો કરે છે અને માતૃભાષા દિવસની ઉજવણી પણ ઠેર ઠેર કરે છે. હજુ તો થોડા જ કલાકો પહેલા ગુજરાતની સરકારે ગતવર્ષે માતૃભાષા દિવસના એક દિવસ પૂર્વે જ પરીપત્ર જાહેર કર્યો હતો. રાજ્યમાં તમામ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ ગુજરાતીમાં દિશાનિર્દેશ મૂકવા પડશે અને માતૃભાષાનું જતન કરવું પડશે. જો કે બીજી તરફ પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં જ ભાષા ભવનની માગ પુરી કરવામાં આવતી નથી.

યુનિવર્સિટીમાં જ ભાષા ભવન બને તેવી માગ

ગુજરાતી વ્યાકરણનો પાયો જૈનમુની હેમચંદ્રાચાર્યજીએ ઘડ્યો હતો. રાજા સિધ્ધરાજ જયસિંહે જૈનમુની હેમચંદ્રાચાર્યજી પાસે ગુજરાતી વ્યાકરણ તૈયાર કરાવ્યુ હતુ. જો કે હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીમા આજદીન સુઘી ગુજરાતી ભાષાભવન માટે કરેલી રજૂઆતોને ધ્યાન પર લેવામાં આવતી નથી. હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં વિઘાર્થીઓને ગુજરાતી ભાષાનો અભ્યાસ આપવામા આવે છે, પરંતુ ગુજરાતી ભાષાના ઉચ્ચ અભ્યાસ માટે જરુરી ભાષાભવન ન હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડતી હોય છે, તેથી જ વિઘાર્થીઓ હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીમાં જ ગુજરાતી ભાષાભવન બને તેવી માગ કરી રહ્યા છે.

એવું નથી કે ગુજરાત સરકારના નેતાઓ અને મંત્રીઓના કાને કે ઘ્યાને આ વાત નથી કે જે જૈનમુનીએ ગુજરાતી ભાષાના વ્યાકરણનો પાયો નાખ્યો છે, તે હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીમા જ ગુજરાતી ભાષાભવન નથી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીથી લઇને આનંદીબેન પટેલ, વિજય રુપાણી અને ભૂપેન્દ્ર પટેલે કે તેમના પાટણ પ્રવાસ સમયે જ તેમને પાટણની રાણીની વાવ નિહાળી અને પાટણના ઇતિહાસથી રુબરુ પણ થયા હતા. તેમ છતાંય છેલ્લા 12 વર્ષથી વધુનો સમય વિતવા છતાંય યુનિવર્સિટી ભાષાભવનથી વંચિત છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">