Patan : પોલીસનો નવતર પ્રયોગ, લોકો હવે વોટ્સએપ પર ફરિયાદ કરી શકશે

|

May 25, 2022 | 6:32 PM

પાટણ(Patan) જિલ્લામાં દારૂ, જુગાર, ડ્રગ્સ જેવી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોઇ કે ટ્રાફીકને લગતી કોઇ સમસ્યા હોય તો લોકો વોટ્સએપ નંબર 6359625860 પર પોલીસને જાણ કરી શકશે અને તેના ફોટા પણ મોકલી શકશે.

Patan : પોલીસનો નવતર પ્રયોગ, લોકો હવે વોટ્સએપ પર ફરિયાદ કરી શકશે
Patan Police (File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)પોલીસ મિત્ર અભિયાન અંતર્ગત હવે પાટણ(Patan)જિલ્લા પોલીસે પણ નવતર અભિયાન શરૂ કર્યું છે. જેમાં પાટણ જિલ્લામા ગુનાખોરીને ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોકો માટે વોટ્સએપ નંબર(Whatsapp)જાહેર કર્યો છે. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલે ટ્વિટ કરીને વોટસએપ નંબર જાહેર કર્યો છે. જેમાં લોકો અસામાજિક પ્રવુતિઓ અને ટ્રાફિક સમસ્યા અંગે પોલીસને જાણકારી આપશે અને તો ફોટા મોકલશે તો પોલીસ તેની પર કાર્યવાહી કરશે.

જેમાં જિલ્લામાં દારૂ, જુગાર, ડ્રગ્સ જેવી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોઇ કે ટ્રાફીકને લગતી કોઇ સમસ્યા હોય તો લોકો વોટ્સએપ નંબર 6359625860 પર પોલીસને જાણ કરી શકશે અને તેના ફોટા પણ મોકલી શકશે. તે જાણકારી આધારે પોલીસ તપાસ કરી તાત્કાલિક પગલા લેશે અને જવાબદારો સામે કાર્યવાહી કરશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ અંગે એસપી વિજય પટેલે ટ્વિટમાં જણાવ્યું છે કે આ વોટ્સએપ નંબર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં રાખવામાં આવશે તેના પર લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ટ્રાફિકની સમસ્યા કે અકસ્માતની ઘટના જેવી બાબતોના ફોટા મોકલી કે માહિતી આપી પોલીસને જાણકારી આપી શકશે અને તેના આધારે તપાસ કરી પોલીસ પગલા લેશે.

Published On - 6:30 pm, Wed, 25 May 22

Next Article