બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા, ગુજરાતમાં રાજ્યવ્યાપી વરસાદની આગાહી

ઉતર ગુજરાતથી રાજસ્થાન સુધી સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશન અને બંગાળની ખાડીમાં 4 ઓગસ્ટે આકાર પામનાર લો પ્રેશરથી, આ સપ્તાહે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને આગામી 4 થી 6 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વ્યાપક વરસાદ પડશે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલ લો પ્રેશર વધુ મજબૂત બનીને, ઓરીસ્સા, […]

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા, ગુજરાતમાં રાજ્યવ્યાપી વરસાદની આગાહી
Bipin Prajapati

|

Aug 02, 2020 | 12:09 PM

ઉતર ગુજરાતથી રાજસ્થાન સુધી સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશન અને બંગાળની ખાડીમાં 4 ઓગસ્ટે આકાર પામનાર લો પ્રેશરથી, આ સપ્તાહે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને આગામી 4 થી 6 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વ્યાપક વરસાદ પડશે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલ લો પ્રેશર વધુ મજબૂત બનીને, ઓરીસ્સા, મધ્યપ્રદેશ ઉપર થઈને સિસ્ટમ રાજ્યભરમાં વરસાદ વરસાવશે.

બંગાળની ખાડીમાં સર્જાનાર લો પ્રેશર ધીમી ધીમે ઉતર પશ્ચિમ દીશામાં આગળ વધીને ગુજરાત તરફ આવશે. જેના કારણે વરસનાર વરસાદથી ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાત અને ઉતર ગુજરાતમાં વરસાદની જે ઘટ છે તે પૂર્ણ થવાની અપેક્ષા છે. વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં રાજ્યનો સરેરાશ વરસાદ 42.90 ટકા નોંધાયો છે. કચ્છ વિસ્તારનો 89.53 ટકા, સૌરાષ્ટ્ર વિસ્તારમાં 73.16 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 31.18 ટકા, ઉતર ગુજરાતમાં 29 ટકા અને મધ્ય પૂર્વ ગુજરાતમાં 28.19 ટકા વરસાદ નોંધાયો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati