AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BAJAJ HEALTHCARE ના પાનોલી યુનિટ ભીષણ આગ લાગી, 5 ફાયરફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા

જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીમાં સવારે અચાનક ફાટી નીકળેલી આગે ગણતરીના સમયમાં આખા પ્લાન્ટને ઝપેટમાં લઇ લીધો હતો.

BAJAJ HEALTHCARE ના પાનોલી યુનિટ ભીષણ આગ લાગી, 5 ફાયરફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા
5 firefighters reachat the scene to extinguish the fire
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 9:28 AM
Share

આજે વહેલી સવારે ભરૂચનો પાનોલી જીઆઇડીસીવિસ્તાર ઇમરજન્સી સાયરનોની ગૂંજથી ધણધણી ઉઠયો હતો. ઔદ્યોગિક વસાહતમાં આવેલી બજાજ હેલ્થકેર(BAJAJ HEALTHCARE) કંપનીમાં સવારના સુમારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી.

જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીમાં સવારે અચાનક ફાટી નીકળેલી આગે ગણતરીના સમયમાં આખા પ્લાન્ટને ઝપેટમાં લઇ લીધો હતો. કંપનીની ફાયર સેફટી સિસ્ટમ કાબુ મેળવવાના માટે અસક્ષમ સાબિત થતા આસપાસની કંપનીઓ અને ફાયર બ્રિગેડને મદદ માટે કોલ પાયો હતો. અંકલેશ્વર અને પાનોલીના ૫ ફાયર ફાઈટર ઘટનાસ્થળ તરફ રવાના કરાયા હતા જેમણે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા.

આગનું સ્વરૂપ એટલું ગંભીર હતું કે તેની જવાળાઓ૨ કિમિ દૂરથી પણ જોઈ શકાતી હતી. ઘટનાની ગંભીરતા કેમિકલ ફાયર એક્સપર્ટ ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર – DPMC ના એક્સપર્ટની ટિમ પણ મદદે બોલાવાઇ હતી. લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ ઉપર આંશિક નિયંત્રણ મેળવી શકાયું હતું જોકે સંપૂર્ણ કાબુ મેળવવા હજુ થોડો સમય લાગી શકે છે.

ઘટના બાબતે કંપની તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટના સંદર્ભે પોલીસ સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને જીપીસીબી સ્વતંત્ર તપાસ હાથ ધરશે. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી

g clip-path="url(#clip0_868_265)">