AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં હાર્ટ એટેકથી થયેલા મોતના ચોંકાવનારા આંકડા આવ્યા સામે, જાણો શું હતા કારણ

ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકથી થતાં મોતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજયમાં હાર્ટ એટેકથી થયેલા મોતના આંકડા સામે આવ્યા છે. જેમાં છેલ્લા 6 મહિનામાં હાર્ટ એટેકથી 1052 લોકોના મોત થયા છે. CPR કાર્યક્રમની જાહેરાત દરમિયાન કુબેર ડીંડોરે આ તમામ માહિતી આપી હતી. ખાસ કરીને ગરબા રમતા, ક્રિકેટ રમતા સમયે હાર્ટ એટેકથી લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું જણાવ્યુ હતું.

ગુજરાતમાં હાર્ટ એટેકથી થયેલા મોતના ચોંકાવનારા આંકડા આવ્યા સામે, જાણો શું હતા કારણ
Ronak Varma
| Edited By: | Updated on: Dec 01, 2023 | 6:49 PM
Share

મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસને CPRથી તાલીમબદ્ધ કર્યા બાદ હવે રાજ્યના શિક્ષકોને માસ CPR તાલીમ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસોને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે.

શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત શાળાઓ મળી કે.જી થી પી.જી સુધીના 2 લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે. આ એક દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 3 જી ડિસેમ્બરે 88 હજાર શિક્ષકોને CPR તાલીમ અપાશે.

મંત્રી કુબેર ડિંડોર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી અને શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરિયા સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતેથી CPR તાલીમનો શુભારંભ કરાવશે.

મંત્રી કુબેરભાઈ ડિંડોરે કહ્યું કે, CPR વિષે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી થાય એ આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ એક ખાસ મુહિમ હાથ ધરવાનું આયોજન કરાયું છે. અગાઉ રાજ્યની પોલીસને આ તાલીમ આપવામાં આવી હતી, હવે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ શિક્ષકોને આ તાલીમ આપવાનું આયોજન કરાયું છે.

ત્યાર બાદ માધ્યમિક શાળાના શિક્ષકો અને કોલેજના પ્રાધ્યાપકને પણ તબક્કાવાર તાલીમ અપાશે. એટલુ જ નહિ, શિક્ષકો બાદ એન.એસ.એસ. અને એસ.સી.સી કેડેટ્સને તાલીમબદ્ધ કરવાનુ આયોજન છે.

તેમણે ઉમેર્યું કે, નાની વયે આવી રહેલા હાર્ટ અટેકથી મહામૂલી જીંદગી બચાવવામાં રાજયના શિક્ષકો પણ મદદરૂપ બને તે આશયથી આ તાલીમ આપવાનું નક્કી કરાયું છે. સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી 108 ને ત્વરીત બોલાવતા 05 થી 10 મીનીટનો સમય જતો હોય છે. તે 05 થી 10 મીનીટ દરમિયાન મગજ સુધી લોહી ના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે.

આ દરમ્યાન મંત્રીએ જણાવ્યુ હતું કે ગુજરાત રાજયમાં છેલ્લા 6 મહિનામાં હાર્ટ એટેકથી 1052 લોકોના મોત થયા છે. ખાસ કરીને રમતા સમયે હાર્ટ એટેકથી લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું જણાવ્યુ હતું. વધુમાં ગરબા રમતા, ક્રિકેટ રમતા સમયે હાર્ટ એટેકથી લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું પણ સામે આવ્યું હોવાનું જણાવ્યુ હતું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">