PM Modi Gujarat Visit: રાજભવનમાં રોકાણથી માંડીને રોડ શો સુધીના કાર્યક્રમની સમગ્ર વિગતો, પીએમની સુરક્ષા માટે પોલીસ કાફલો સજ્જ

|

Jun 17, 2022 | 7:48 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)આવતી કાલે સવારે પાવાગઢ મંદિરે ધ્વજારોહણ કરવાના છે ત્યારે ગુજરાત ખાતે આજે સાંજે તેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે

PM Modi Gujarat Visit: રાજભવનમાં રોકાણથી માંડીને રોડ શો સુધીના કાર્યક્રમની સમગ્ર વિગતો, પીએમની સુરક્ષા માટે પોલીસ કાફલો સજ્જ

Follow us on

PM Modi In Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર (PM Modi)મોદી ખૂબ જ ટૂંકા ગાળામાં  ફરીથી  ગુજરાત (Gujarat )મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમનો સમગ્ર કાર્યક્રમ વિવિધ કામોથી ભરચક છે. ગુજરાત પ્રવાસ માટે તેમનું આગમન આજે સાંજે થઈ જશે. પ્રધાનમંત્રી આજે સાંજે 7:30 વાગ્યે અમદાવાર એરપોર્ટ પહોંચશે.

જાણો પ્રધાનમંત્રીના ગુજરાત મુલાકાત કાર્યક્રમની સમગ્ર વિગતો

  1. વડાપ્રધાન મોદી સાંજે 7:30 કલાકે PM મોદી અમદાવાદ પહોંચશે.ત્યારબાદ રાજભવન ખાતે પહોંચશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે
  2. બીજા દિવસે સવારે  એટલે કે 18  જૂનના રોજ તેઓ પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ મંદિરે જશે જ્યાં શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજા-અર્ચના કરશે અને મંદિર પર ધ્વજારોહણ કરશે
  3. પાવગઢથી વડાપ્રધાન વડોદરા જશે. જ્યાં એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી 4 કિલોમીટરનો રોડ શો યોજાશે
  4. લેપ્રસી મેદાનમાં વડાપ્રધાન 5 લાખ લોકોની જંગી સભાને સંબોધિત કરશે.
  5. આજનું રાશિફળ તારીખ : 03-05-2024
    ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
    એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
    ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
    પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા માટે પોલીસ કાફલો સજ્જ

પ્રધાનમંત્રી પાવાગઢની મુલાકાત લઇને વિવિધ કાર્યક્રમમા સામેલ થવાના છે ત્યારે ત્યાં સઘન સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાત નિરિક્ષણ કરીને સમગ્ર સુરક્ષા વ્યવસ્થા ચકાસી હતી. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી સહિતના નેતાઓએ તૈયારીની સમિક્ષા કરી હતી. સુરક્ષા માટે પોલીસ કાફલો પણ સજજ છે.

પ્રધાનમંત્રીની સુરક્ષા વ્યવસ્થાના બંદોબસ્તમાં 20 IPS કક્ષાના અધિકારી, 15 DCP, 40 ACP, 100 PI, 200 PSI અને 2000 પોલીસકર્મીઓ અને 2000 મહિલા પોલીસકર્મી ઉપસ્થિત રહેશે. ઉપરાંત 10 BDDS, SRPની પાંચ કંપની, NSG તથા ચેતક કમાન્ડોની ટીમ, સ્થાનિક SOG, PCB DCBની ટીમ અને 12 ઘોડેસવાર પોલીસ જવાનો ખડેપગે રહેશે.. 30 રૂટ પર લાગેલા CCTV કેમેરા થકી રાઉન્ડ ધ કલોક મોનિટરિંગ કરાશે.. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની 8 ટીમો સમગ્ર સભા મંડપમાં તૈનાત રહેશે.

 

Published On - 7:47 am, Fri, 17 June 22

Next Article