PM MODI શનિવારે રાજ્યમાં 21000 કરોડથી વધુના વિકાસ કામોના ખાત મુહૂર્ત અને લોકાર્પણની ભેટ આપશે

આગામી શનિવારે દેશના પ્રધાનમંત્રી (PM MODI) રાજ્યમાં વિવિધ વિકાસના કામોની ભેટ આપનાર છે. જે અન્વયે મહેસાણા જિલ્લામાં સંસદસભ્યની રજૂઆતને પગલે રેલવેના 04 મહત્વના કામો મંજુર થયા છે.

PM MODI શનિવારે રાજ્યમાં 21000 કરોડથી વધુના વિકાસ કામોના ખાત મુહૂર્ત અને લોકાર્પણની ભેટ આપશે
PM MODI ગુજરાત મુલાકાતે આવશે (ફાઇલ ફોટો)
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Jun 17, 2022 | 7:52 AM

આગામી શનિવારે દેશના પ્રધાનમંત્રી (PM MODI) રાજ્યમાં વિવિધ વિકાસના કામોની ભેટ આપનાર છે. જે અન્વયે મહેસાણા (Mehsana) જિલ્લામાં સંસદસભ્યની રજૂઆતને પગલે રેલવેના 04 મહત્વના કામો મંજુર થયા છે. જેનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે થનાર છે. રેલવેના આ 04 કામો પૂર્ણ થવાથી જિલ્લાના વિકાસની ગતિને બળ મળશે તેમાં કોઇ બે મત નથી.

ગુજરાતમાં રેલવે વિભાગના 16000 કરોડથી વધુના વિવિધ યોજનાના ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ કરશે

શારદાબેન પટેલ દ્વારા એપ્રિલ મહિનામાં “ડીમાન્ડ ફોર ગ્રાન્ટ” અંતર્ગત મહેસાણા જીલ્લાના 4 પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ ફાળવવા માટે રજૂઆત કરી હતી. સંસદસભ્ય શારદાબેન પટેલની પ્રજાકીય સુવિધાઓની રજૂઆતને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને દર્શનાબેન ઝરદોષ દ્વારા મંજુરી આપવામાં આવી છે. જે અંતર્ગત રૂપિયા 537 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 65 કિલોમીટર લંબાઇની મહેસાણા-પાલનપુરની ડબલીંગ લાઇનનું ખાતમુર્હત, રૂ. 415 કરોડના ખર્ચે 41 કિલોમીટર લાંબી વિજાપુરથી આંબલિયાસણ રેલવે લાઇનનું ગેજ પરિવર્તન, રૂ 347 કરોડના ખર્ચે 37 કિલોમીટરની કલોલ-કડી-કટોસણ લાઇનનું ગેજ પરિવર્તન, રૂપિયા 417 કરોડના ખર્ચે 39 કિલોમીટરની મોટી આદરજથી વિજાપુર લાઈનના ગેજ પરિવર્તન સહિત પાલનપુર-રાધનપુરની 114 કિલોમીટરની લાઇનનું ડબલીંગનો શિલાન્યાસ થનાર છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

વધુમાં સંસદસભ્ય શારદાબેનની રજૂઆતને પગલે પૂરી-અજમેર-પૂરી (ટ્રેન નં. 20823/24) ટ્રેનના ઊંઝા સ્ટેશન ઉપર સ્ટોપેજની માંગણીને પણ મંજુર કરવામાં આવી છે. આ નવું સ્ટોપેજ મંજુર થવાથી એશિયાના સૌથી મોટા ખેતીવાડી ઉત્પાદન બઝારના વેપારીઓ, ઉમિયા માતા દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ અને આસપાસના ગામોના નાગરિકોને ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે પૂરી સહિત વિવિધ વ્યવસાયને વેગ મળશે.

મહેસાણા (Mehsana) જિલ્લામાં પ્રાથમિક, માળખાકીય અને ઔધોગિક વિકાસની સાથે સાથે નાગરિકોના પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે અનેક રજુઆતો કરવામાં આવી છે. જિલ્લાની સમસ્યાઓના નિવારણ માટે ઉચ્ચ સ્તરે વારંવાર રજૂઆત થકી (PM MODI)દેશના પ્રધાનમંત્રીના વતનના જિલ્લાને સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવા કમર કસવામાં આવી છે.

મહેસાણા જિલ્લાના સંસદસભ્ય શારદાબેન પટેલ નાગરિકોની સુખ અને સુવિધા માટે ઉત્સાહ, મહેનત અને સખત ખંતથી કામ કરી રહ્યા છે. જિલ્લાના પ્રશ્નો અને સમસ્યાઓને પ્રાથમિક્તા આપી જિલ્લાને અગ્રિમ હરોળમાં લઇ જવા માટે તેમણે અંતિમ લક્ષ્ય બનાવ્યું છે.

આ માટે સાંસદ શારદાબેન પટેલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને દર્શનાબેન ઝરદોષ તથા દેશના નાણા મંત્રી નિર્મલા સીતારામનનો મહેસાણાની પ્રજા વતી ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે. અને આગામી દિવસોમાં પણ મહેસાણા નો વિકાસ વધુને વધુ થાય અને પ્રજાહિતના જાહેર પ્રશ્નોનું નિવારણ આવે તે માટે પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">