Panchmahal: જિલ્લામાં નવા પુરવઠા અધિકારી આવતા ગેરરીતિ આચરતા લોકોમાં ફફડાટ
રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ હરેશ મકવાણાની બદલી પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી તરીકે કરવામાં આવી છે. જીલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ તરીકેનો ચાર્જ સાંભળ્યા બાદ તેઓ દ્વારા જીલ્લાના પુરવઠા વિભાગના અધિકારી-કર્મચારીઓ સાથે રીવ્યુ બેઠકનું આયોજન કર્યું હતું. ત્યારે પંચમહાલ જિલ્લામાં તેમની પુરવઠા અધિકારી તરીકે હદલી થતાં ગેરરીતિ આચરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
Panchmahal : કોઈ રાજકીય વ્યક્તિ વિશેષ, કોઈ કલાકાર, કોઈ ગાયક કોઈ નૃત્યકારને ચાહનારો વર્ગ ખુબ જ મોટો હોય છે પણ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ સરકારી અધિકારી પણ લોકોના પ્રિય હોય. GAS કેડરના એક અધિકારી છે કે જેમને મોટી સંખ્યામાં હાલના યુવકો ચાહે છે. આ અધિકારીનું નામ છે હરેશભાઈ મકવાણા. તેમની પંચમહાલ જિલ્લામાં પુરવઠા અધિકારી તરીકે હદલી થતાં ગેરરીતિ આચરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
હરેશભાઈ મકવાણા છેલ્લા એક વર્ષ જેટલા સમયથી પંચમહાલ જીલ્લામાં નાયબ જીલ્લા વિકાસ અધિકારી તરીકે જીલ્લા પંચાયત પંચમહાલ ખાતે ફરજ બજાવી ચુક્યા છે અને હાલમાં જ તેઓની પંચમહાલ જીલ્લામાં જ જીલ્લા પુરવઠા અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. અગાઉ તેમણે નાયબ જીલ્લા વિકાસ અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન જીલ્લામાં પંચાયત હસ્તકના ભૂતકાળમાં કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા વિકાસના કામોની જાત તપાસ કર્યા બાદ તેમજ તેમાં ક્ષતિ જણાય તો કસુરવારો સામે કડક કાર્યવાહી છે.
ગોધરા તાલુકાના નદીસર ગામમાં પંચાયત દ્વારા કરવામાં આવેલા કામોમાં જાત તપાસ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું જણાતા સરકારી કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ સહિત 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોધાવી, તેવી જ રીતે ઘોઘંબા તાલુકાના કેટલાક ગામોમાં પણ મનરેગા હેઠળ કરવામાં આવેલા ભ્રષ્ટાચારમાં અલગ અલગ 3 પોલીસ ફરિયાદ નોધાવવી, સરકારી શાળાઓમાં લગાવવામાં આવેલા આર.ઓ મશીનની ખરીદીમાં કરવામાં આવેલી ગેરરીતિઓને ઉજાગર કરી હતી.
પાવાગઢ ખાતે વર્ષો જુના પાકા દબાણો સતત એક સપ્તાહ સુધી ખડેપગે રહીને હટાવવા અને વિકાસના કામો તેમજ વ્યક્તિલક્ષી વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવો, ફરજમાં બેદરકાર હોય તેવા કર્મચારીઓને તેઓની ફરજનું ભાન કરાવવું સામાન્ય ગ્રામજનને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિરાકરણ કરવું જેવા પ્રજાલક્ષી કાર્યોને લઈને તેઓ સ્થાનિક યુવા તેમના ચાહક તો બન્યા પણ સોશિયલ મીડિયામાં પણ તેઓને ફોલો કરનારા યુવકો વધ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ તેઓની બદલી પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી તરીકે કરવામાં આવી છે. જીલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ તરીકેનો ચાર્જ સાંભળ્યા બાદ તેઓ દ્વારા જીલ્લાના પુરવઠા વિભાગના અધિકારી-કર્મચારીઓ સાથે રીવ્યુ બેઠકનું આયોજન કર્યું હતું.
પંચમહાલ જીલ્લા બહારના લોકોએ પણ તેઓને પુરવઠા વિભાગની ફરિયાદો જણાવી અને આવા અધિકારીની તેઓના જીલ્લામાં જરૂર હોવાની પણ વાત કરી. ત્યારે હાલ તો આ અધિકારી પંચમહાલ જીલ્લાના પુરવઠા અધિકારી તરીકે આવતા સરકારી સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થામાં ગેરરીતી આચરતા લોકોમાં ફફડાટ ફેલાવા સાથે સાથે લાભાર્થીઓને પણ પુરતું અનાજ મળવાનું પણ શરુ થયું છે.
(With Input : Nikunj Patel)
પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો