Panchmahal : પાવાગઢ ખાતે આપવામાં આવતા પ્રસાદમાં વપરાતા ઘીના સેમ્પલ પાસ, ઘીમાં કઈ વાંધાજનક ન હોવાનું આવ્યું સામે, જુઓ Video
પાવાગઢમાં સુખડીના પ્રસાદમાં વપરાતા ગાયના ઘીના નમૂના પાસ થયા છે. અંબાજી બાદ પાવાગઢમાં પ્રસાદના સેમ્પલ લેવાયા હતા. પ્રસાદમાં લેવાતા ઘીમાં કંઈ વાંધાજનક ન હોવાનો રિપોર્ટ આવ્યો છે. ગોધરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લીધા હતા. ગોધરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ઠેર ઠેર તહેવારોને લઈ તંત્ર દ્વારા વિવિધ ખાધપદાર્થોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
પાવાગઢ મંદિરમાં સુખડીના પ્રસાદમાં વપરાતા ગાયના ઘીના નમૂના પાસ થયા છે. અંબાજી બાદ પાવાગઢમાં સુખડીના પ્રસાદના સેમ્પલ લેવાયા હતા. જયાં સુખડીના પ્રસાદમાં ઉપયોગ લેવાતા ઘીમાં કંઈ વાંધાજનક ન હોવાનો રિપોર્ટ આવ્યો છે. અંબાજીમાં મોહનથાળ બનાવવાના ઘીમાં ભેળસેળની ઘટના સામે આવતા ગોધરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સુખડીના સેમ્પલ લીધા હતા.
આ પણ વાંચો : Panchmahal : પાવાગઢમાં કર્મચારીઓના હસ્તે આરતી, ભક્તો અને ટ્રસ્ટીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
નવરાત્રીના નવ દિવસ અને પૂનમ સુધી પાવાગઢમાં 35 ટન જેટલી સુખડી બનાવવામાં આવે છે. આ સુખડી બનાવવામાં ઉપયોગમાં લેવાતું ગાયનું શુદ્ધ ઘી મહારાષ્ટ્રથી લાવવામાં આવે છે અને કોલ્હાપુરથી કોલ્હાપુરી ગોળ મંગાવવામાં આવે છે. જોકે ભકતોમાં પણ આ સમાચારને લઈ ખુશીનો માહોલ છે.
Latest Videos