Panchmahal : જાંબુઘોડા તાલુકામાં આભ ફાટ્યું, નદીઓમાં ધોડાપૂર

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે.જ્યારે જાંબુઘોડા અને રામપુરાને જોડતો કોઝવે ભારે વરસાદના કારણે બંધ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 8:51 AM

ગુજરાતમાં(Gujarat)  પંચમહાલ (Panchmahal) જિલ્લાનું ચેરાપુંજી કહેવાતા જાંબુઘોડા(Jambughoda) તાલુકામાં આભ ફાટ્યું હોય તેમ 4 કલાકમાં 6.5 ઈંચ વરસાદ (Rain) ખાબક્યો હતો. જેમાં ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે. તેમજ નદીના કોતરોના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. જ્યારે જાંબુઘોડા અને રામપુરાને જોડતો કોઝવે ભારે વરસાદના કારણે બંધ થયો છે.

જાંબુઘોડા તાલુકામાં નારૂંકોટ, ઝંડ હનુમાન, હાથણી માતા સહિતના વિસ્તારોમાંથી પસાર થતી નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. તેમજ સીઝનનો સૌથી વધુ વરસાદ ખાબક્તા જાંબુઘોડાની સૂકી નદી બે કાંઠે વહેતી થઈ હતી. જાંબુઘોડા નગરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

જેના કારણે વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો નોંધનીય બાબત એ છે કે, જીલ્લામાં 47 ટકા વરસાદની ઘટ હતી જે હવે પૂર્ણતાના આરે આવી છે. તેમજ સીઝનનાં છેલ્લા તબક્કે ભારે વરસાદને પગલે જિલ્લામાંથી જળ સંકટ ટળ્યું છે.

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આભ ફાટ્યું હોય તે રીતે વરસાદ ખાબકતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.. ડાંગર, કપાસ અને મકાઈના પાકને મોટાપાયે નુક્સાન થયું છે. છેલ્લા 2 દિવસથી જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે જાંબુઘોડા તાલુકાની સ્થિતિ કફોડી બની છે.

તાલુકામાં ગઈકાલે છ ચ વરસાદ પડતાં અહીં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે કોતરોના પાણી લોકોના ઘરો અને ખેતરોમાં ઘૂસી જતા મુશ્કેલીનો પાર નથી રહ્યો. ખેડૂતોનો તૈયાર થયેલો પાક ખેતરમાં જ નષ્ટ થઈ ગયો છે. તેમજ મહિનાઓની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.. ત્યારે ખેડૂતોએ હવે સરકાર પાસે સહાયની માંગ કરી છે.

આ પણ  વાંચો: ગુજરાતમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે યથાવત રહેશે મેઘમહેર

આ પણ વાંચો :ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર કાર્યક્રમમાં કહી આ વાત, લોકોએ તેમને વધાવી લીધા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">