Panchmahal: એ… હાશ બચી ગયા, એસ.ટી.એ 6 જણાને મારી જોરદાર ટક્કર, જુઓ પછી શું થયું?

|

Aug 12, 2022 | 8:11 PM

ગોધરામાં (Godhara) એક એસટી (ST Bus) બસ ચાલકે અકસ્માત સર્જયો હતો. મુસાફરો ગોધરા શહેરના વડોદરા રોડ પર બસની રાહ જોઈને ઉભા હતા. તે સમયે મુસાફરો સામેથી આવતી એસટીમાં ચઢવા માટે ઊભા હતા તે સમયે ડ્રાઇવરે બસ રોકવાનો પ્રયત્ન કરતા બે નાના બાળક સહિતના 6 મુસાફરોને અડફેટે લીધા હતા.

Panchmahal: એ... હાશ બચી ગયા, એસ.ટી.એ 6 જણાને મારી જોરદાર ટક્કર, જુઓ પછી શું થયું?
panchmahal: gujarat ST hit 6 pehople

Follow us on

ગોધરામાં (Godhara) એક એસટી (ST Bus) બસ ચાલકે અકસ્માત સર્જયો હતો. મુસાફરો ગોધરા શહેરના વડોદરા રોડ પર બસની રાહ જોઈને ઉભા હતા. તે સમયે મુસાફરો સામેથી આવતી એસટીમાં ચઢવા માટે ઊભા હતા. તે સમયે ડ્રાઇવરે બસ રોકવાનો પ્રયત્ન કરતા બે નાના બાળક સહિતના 6 મુસાફરોને અડફેટે લીધા હતા અને મુસાફરો એસટીની ટક્કરથી ફંગોળાઇને પડ્યા હતા.

રક્ષાબંધનનો તહેવાર ઉજવવા જતો હતો પરિવાર

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

ગોધરાના સીમલિયા પાલી ગામે આવેલ વૃંદાવન ફળિયામાં રહેતા મહાસુખભાઈ ભાવસિંગભાઈ નાયક પોતાના પરિવારના સભ્યોને લઈને પોતાની દીકરી અને જમાઈના ઘરે રક્ષાબંધનનો તહેવાર મનાવવા માટે ગોધરા પાસે આવેલ સારંગપુર ખાતે નીકળ્યા હતા. ત્યારે તેઓ ગોધરાના વડોદરા હાઈવે ઉપર આવેલ કોઠી ત્રણ રસ્તા ઉપર બસની રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે બાયડથી પાવાગઢ તરફ જઈ રહેલી એસ.ટી. બસના ચાલકે પોતાની બસ ઉપરથી કાબુ ગુમાવતા રસ્તાની બાજુમાં ઊભા રહેલા મહાસુખભાઈ નાયક સહિત છ લોકોને અડફેટમાં લીધા હતા. મહાસુખભાઈ નાયકને માથાના ભાગે અને પગમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરાના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

બે બાળક સહિત પાંચનો બચાવ, એક ઇજાગ્રસ્ત

આ અકસ્માતમાં બે બાળક સહિત 5 લોકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એકને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તાત્કાલિક ગોધરાના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

Published On - 8:07 pm, Fri, 12 August 22

Next Article