Surat : માંડવીમાં અનિયમિત એસટી સેવાથી ભારે હાલાકી, મુસાફરો અને વિદ્યાર્થીઓને ડેપો પર હલ્લાબોલ

તાલુકા (District ) પંચાયતની સભાઓમાં પણ માંડવી ડેપોની બસોનાં રુટોની બાબતે ફરિયાદો ઉઠતા ડેપો મેનેજર પાસે જવાબો માંગવામાં આવ્યા હતા.

Surat : માંડવીમાં અનિયમિત એસટી સેવાથી ભારે હાલાકી, મુસાફરો અને વિદ્યાર્થીઓને ડેપો પર હલ્લાબોલ
Bus irregularity in Mandvi (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 9:40 AM

માંડવી (Mandvi ) ડેપો દ્વારા માંડવી-કિમ સુરત રુટ પ૨ની 7.45 વાગ્યે ઉપડતી બસ (Bus ) લાંબા સમયથી અનિયમીત થઇ ગઈ છે. જેના કારણે મુસાફરોને (Passengers ) હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બસની આ નિયમિતતાને કારણે રોજીંદા મુસાફરી પાસ ઘારકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. અને તેમના દ્વારા  ડેપો પર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. વહેલી સવારની બસ મોડી પડે છે જેના કારણે આ બસમાં સફર કરતા રોજીંદા મુસાફર, પાસધારકો નોકરી પર મોડા પડે છે.

જેના કારણે તેઓને અડઘી હાજરીને કારણે અડઘા પગારનુ નુકશાન પણ ઘણી વખત વેઠવાનો વારો આવતો હોય છે. મહિનાની એડવાન્સ રકમ ભરી માસિક પાસ લીઘો હોવા છતા ડેપોનાં વાંકે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવતા આખરે પાસ ઘારકોનો ગુસ્સો ફાટી નીકળતા મુસાફરો અને પાસ ધારકો દ્વારા ડેપો પર હલ્લાબોલ કરાયો હતો.

છેલ્લા લાંબા સમયથી માંડવી ડેપોની વિવિઘ રુટોની બસો માટે અવાર નવાર ફરિયાદો ઉઠી રહે છે. ઉપરાંત લગભગ માંડવી તાલુકાના દરેક ગામ પંચાયતોના સરપંચો દ્વારા, સામાજીક સંસ્થાઓને પણ આ મામલે સ્થાનિકો દ્વારા આવેદનો અપાયા છે. ઘારાસભ્ય આનંદભાઇ ચૌઘરીએ થોડા જ મહિનાઓ પહેલા આ જ મુદ્દે આંદોલન પણ કરેલ હતું. તાલુકા પંચાયતની સભાઓમાં પણ માંડવી ડેપોની બસોનાં રુટોની બાબતે ફરિયાદો ઉઠતા ડેપો મેનેજર પાસે જવાબો માંગવામાં આવ્યા હતા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

માંડવી-માંગરોળઉમરપાડા આમ ત્રણ તાલુકાઓ વચ્ચે શિક્ષણ, વેપાર ઘંઘા માટે રોજીંદી અવરજવર કરતા લોકો માટે તમામ રુટે પરથી દરેક સ્તરેથી અરજીઓ, ફરિયાદો, આવેદનો, તથા ટી.ડી.ઓ ઉપરાંત પ્રાંત અઘીકારીના સૂચનો હોવા છતા ડેપો સંચાલકો આ બાબતે ગંભીરતા બતાવવામાં આવી ન હોવાનુ મુસાફરોએ જણાવ્યું છે. ઉપરાંત ઘારાસભ્ય, સાંસદ તથા પૂર્વ કેબીનેટ મંત્રીઓનાં સૂચનો, ભલામણો છતા માંડવી એસ.ટી ડેપો સંચાલકો ગણકારતા ન હોવાનું લોક ચર્ચા ઉઠી છે.

મુસાફરોએ ડેપો ખાતે હલ્લાબોલ કરીને આ મામલાનું કાયમી નિરાકરણ લાવવા અપીલ કરી હતી. રોજિંદી ઉપડતી બસનો સમય નિયમિત કરવામાં આવે અને મુસાફરોને પડતી હાલાકી તાકીદે દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો તેમ ન થાય તો આગામી દિવસોમાં આ મામલે ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે તેવી મુસાફરો જણાવી રહ્યા છે.

Input Credit Jignesh Mehta (Bardoli )

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">