AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal: હાલોલ ખાતે આવેલ રાધિકા નગર સોસાયટીના 200 ઉપરાંત પરિવારોને રસ્તે રઝળવાનો વારો આવ્યો

નિયમ અનુસાર પાણી વીજળી કનેક્શનો મેળવાય અને નગરપાલિકા ધ્વરા વસુલવામાં આવતો ટેક્સ પણ અહીંયાના રહીશો ચૂકવી રહ્યા છે. અંદાજે વીસ વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ અચાનક પ્રશાસન દ્વારા તેમને મકાન ખાલી કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે.

Panchmahal: હાલોલ ખાતે આવેલ  રાધિકા નગર  સોસાયટીના 200 ઉપરાંત પરિવારોને રસ્તે રઝળવાનો વારો આવ્યો
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલ રાધિકા નગર સોસાયટીના 200 ઉપરાંત પરિવારોને રસ્તે રઝળવાનો વારો આવ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 5:42 PM
Share

પંચમહાલ  (Panchmahal) જિલ્લાના હાલોલ (Halol) ખાતે આવેલ રાધિકા નગર સોસાયટી (Society) ના 200 ઉપરાંત પરિવારો (families) ને રસ્તે રઝળવાનો વારો આવ્યો છે. વેચાણ આપનારા જમીન માલિક દ્વારા એન એ પ્રીમિયમની બાકી રકમ રૂપિયા 5 કરોડ ન ભરતા જમીન શ્રીસરકાર કરવામાં આવતા જમીન અને મકાન માલિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

જિલ્લા વહીવટી તંત્રના પાપે હાલોલના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ રાધિકા સોસાયટીમાં રહેતા 200 ઉપરાંત પરિવારોની ઉંઘ હરામ થવા પામી છે. હાલોલ મામલતદાર દ્વારા સોસાયટીમાં રહેતા અંદાજે 200 ઉપરાંત પરિવારોને તેમના મકાન સાત દિવસની અંદર ખાલી કરી દેવા ફરમાન કરવામાં આવ્યું છે જેને લઇ રાધિકા સોસાયટી ના રહીશોમાં ચિંતા નું મોજું ફરી વળ્યું છે.

વાત એમ છે કે વર્ષ 2009 દરમિયાન ચાર જેટલા બિલ્ડરોએ મળી આ જગ્યા ઉપર પ્લોટીંગ કર્યું હતું અને અલગ અલગ વ્યક્તિઓને પ્લોટનું વેચાણ કરી તેમની પાસેથી મોટી રકમ વસૂલવામાં આવી હતી અને જે તે વ્યક્તિઓને જમીન વેચાણના દસ્તાવેજ પણ કરી આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ અહીંયાના લોકોએ પોતાના પસીનાની કમાઈ જોડી પોતાની જમીન ઉપર મકાનો બાંધ્યા હતા.

નિયમ અનુસાર પાણી વીજળી કનેક્શનો મેળવાય અને નગરપાલિકા ધ્વરા વસુલવામાં આવતો ટેક્સ પણ અહીંયાના રહીશો ચૂકવી રહ્યા છે. અંદાજે વીસ વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ અચાનક પ્રશાસન દ્વારા તેમને મકાન ખાલી કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે.

અંદાજિત 300 જેટલા પ્લોટની જમીન જિલ્લા કલેકટરના આદેશ અનુસાર શ્રીસરકાર કરવામાં આવેલ હોય સાત દિવસ માં જમીન ઉપર બાંધવામાં આવેલ મકાનો ખાલી કરી દેવા રહીશોને નોટિસ દ્વારા જણાવવામાં આવ્યું છે. સરકારના નિયમ અનુસાર ખેતીની જમીન નવી શરત માંથી જૂની શરતમાં ફેરવવાની હોય અને આ માટે સરકાર દ્વારા નક્કી કરવામાં પ્રીમિયમની રકમ ભરવામાં આવતી હોય છે. પરંતુ જમીન વેચાણ આપનારા ભેજાબાજ બિલ્ડરોએ તમામ નિયમો નેવે મૂકી પ્રીમિયમની ચૂકવવા પાત્ર કરોડોની રકમ ન ચૂકવી પ્લોટોનું વેચાણ કરી દીધેલ હતું.

આ વિસ્તારના 300 ઉપરાંત પ્લોટીંગની જમીનના પ્રીમિયમની રકમ રૂપિયા 5 કરોડ ઉપરાંત બાકી હોય જિલ્લા કલેકટર દ્વારા જમીન શ્રી સરકાર કરી દેવામાં આવી છે અને જેતે રહીશોને જમીન ખાલી કરી દેવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે.

હાલોલ મામલતદાર દ્વારા ફટકારવામાં આવેલી નોટિસને લઇ રાધિકા નગરના રહીશો રોષે ભરાયા છે અને છેતરપિંડી કરનાર બિલ્ડર તેમજ આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જો કે આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પ્લોટના વેચાણ દસ્તાવેજ કરી આપનાર નરેન્દ્ર રમણલાલ શાહ નામના બિલ્ડર સહિત અખ્તર, કમલેશ અને રામ મારુ એમ ચાર ભેજાબાજ બિલ્ડર હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

જિલ્લા પ્રશાસનની બિલ્ડર સાથેની મિલીભગતનો ભોગ હાલ આ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર બન્યા છે ત્યારે હાલ છેતરપીંડી નો ભોગ બનેલા હાલોલના આ રહીશો પોતાની છત બચાવવા અને ન્યાય મેળવવા માટે વલખા મારી રહ્યા છે. સ્થાનિકો આ ભેજાબાજ બિલ્ડરો તેમજ તેમની સાથે સાંઠગાંઠ કરનાર અધિકારીઓ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Kutch: શુ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ આપણા હાથમાં છે? જાણો શું કહે છે નિષ્ણાતો

આ પણ વાંચોઃ ખેડા : પૂજ્ય રવિશંકર મહારાજની જન્મજયંતિની ઉજવણી, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકાર કામ કરી રહી છે : પાટીલ

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">