Gujarat Rain LIVE Weather Updates : રાજ્યના 33 જિલ્લાના 228 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થતા જગતનો તાત ખુશખુશાલ
Panchmahal Rain: રાજ્યમાં અનેક શહેરોમાં ભારે વરસાદ (Heavy rain) પડી રહ્યો છે. મઘ્યગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પંચમહાલમાં બે ઈંચ વરસાદ પડી ગયો છે.
રાજ્યના 33 જિલ્લાના 228 તાલુકાઓમાં મધ્ચમથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેમા પંચમહાલ (Panchmahal)જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ (Rain) ખાબકી ગયો છે. શહેરના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.. રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવો ઘાટ સર્જાયો છે. અનેક માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને ભારે પરેશાની થઈ છે..
પંચમહાલમાં 2 ઈંચથી વધુ વરસાદ
આ તરફ પાવાગઢમાં પણ વરસાદી વાતાવરણનો નયનરમ્ય નજારો જોવા મળ્યો છે. જિલ્લામાં પડેલા 2 ઈંચ વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે જ્યાં જુઓ ત્યાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ગ્રામ્યમાં પણ મોટાભાગના રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળ્યો છે. ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા બાદ સારો વરસાદ થતા ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી રહી છે.
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ ભારેથી અતિ ભારે (Heavy Rain Forcast) વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે થી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે.. ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વીજળી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટેની સૂચના અપાઈ છે.
વરસાદે ખોલી તંત્રની પોલ
હાલ રાજ્યમાં મેઘ તાંડવ યથાવત છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અનેક જિલ્લા અને તાલુકામાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.. રાજ્યમાં અનેક શહેરોમાં ભારે વરસાદ થતા અનેક માર્ગો જળમગ્ન બન્યા છે. તંત્રના પ્રિમોન્સુન કામગીરીના દાવાના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પર જળભરાવને કારણે લોકોને આવવા-જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.. હવામાન વિભાગે વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 11 અને 12 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 12 જૂલાઈએ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.