પંચમહાલના ગોધરામાં માત્ર 18 લાખમાં ખરીદી શકશો વિશાળ ઘર, જાણો શું છે તેની વિગત
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

પંચમહાલ: ગુજરાતના પંચમહાલના ગોધરામાં State Bank of India દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. પંચમહાલના ગોધરામાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.
આ પણ વાંચો-નવસારીના જલાલપોરમાં માત્ર 10 લાખ રુપિયામાં ખરીદી શકશો ઘર, જાણો શું છે તેની વિગત
તેની રિઝર્વ કિંમત 18,00,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,80,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે. ઇ-હરાજીની તારીખ 24 જાન્યુઆરી 2024,બુધવારે સવારે 11.00 કલાકથી સાંજે 1 કલાકની રાખવામાં આવી છે.

