‘આદિવાસી વિસ્તાર સાબરકાંઠા, બનાસકાંઠા અને વલસાડને મેડિકલ હબ તરીકે વિકસાવવામાં આવશે’: PM મોદી
પીએમ મોદી (PM Modi) આ મુલાકાત દરમિયાન શિક્ષણ, શ્રમ અને રોજગાર, તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ. તેની વાત કરીએ તો જાંબુઘોડામાં 52.61 કરોડના ખર્ચે બનેલા ગોવિંદગુરુ યુનિવર્સિટી બિલ્ડીંગના એડમિનિસ્ટ્રેટીવ બ્લોક અને બે પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ કર્યુ.

પીએમ નરેન્દ્ર મોદીએ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં રૂપિયા 885.42 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. પીએમ મોદી આ મુલાકાત દરમિયાન શિક્ષણ, શ્રમ અને રોજગાર, તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ. તેની વાત કરીએ તો જાંબુઘોડામાં 52.61 કરોડના ખર્ચે બનેલા ગોવિંદગુરુ યુનિવર્સિટી બિલ્ડીંગના એડમિનિસ્ટ્રેટીવ બ્લોક અને બે પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ કર્યુ. આ સાથે જ તેઓ ગોધરા મેડિકલ કોલેજ અને કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીના 686 કરોડના પ્રોજેક્ટ સાથે ગોધરા કેન્દ્રિય વિદ્યાલયના બિલ્ડિંગના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કર્યુ. સાથે જ 122.18 કરોડના GGUના વિવિધ એકેડેમિક બ્લોક બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યુ.
गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने पंचमहल के जम्बुघोड़ा में विभिन्न विकास परियोजनाओं का शिलान्यास किया। pic.twitter.com/7trD3cIkiY
— ANI_HindiNews (@AHindinews) November 1, 2022
વડાપ્રધાને અહીં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે “આપણું જાંબુઘોડા એટલે આદિવાસી સમાજના મહાન બલિદાનોની સાક્ષી આ ભોમકા. શહીદ જોરીયા પરમેશ્વર, રૂપસિંહ નાયક, ગલાલિયા નાયક, રજવિદા નાયક અને બાબરિયા ગલમા નાયક જેવા અમર સૈનિકોને નમન કરવાનો આ અવસર છે.”
આ પ્રસંગે તેમણે જંગી જનસભા સંબોધતાં નામ લીધા વિના કૉંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભૂતકાળમાં ગુજરાતમાં એવી સ્થિતિ હતી કે હેન્ડ પંપની મંજૂરી મળે તો પણ ઢોલ નગારા વાગતા હતા. પરંતુ તેમની સરકાર આવ્યા બાદ લોકોને પાઈપથી પાણી મળવા લાગ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે- તેમની સરકારે આધુનિક ટ્રેનિંગ સેન્ટર ખોલ્યા છે. વોકેશનલ સેન્ટર, ITI અને કિસાન વિકાસ કેન્દ્રોના માધ્યમથી 18 લાખ આદિવાસી યુવાઓને ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ આપવામાં આવી રહ્યું છે. પરંતુ 20-25 વર્ષ પહેલા આ બાબતોની ચિંતા ભૂતકાળની સરકારોને નહોતી. તેમણે કહ્યુ કે,દિવાસી વિસ્તારો, સાબરકાંઠા, બનાસકાંઠા અને વલસાડને મેડિકલ હબ તરીકે વિકસાવવામાં આવશે.
શહીદોની યાદમાં ગામમાં સ્મારક પ્રતિમા અને પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ
સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદો રાજા રૂપસિંહ નાયક અને સંત જોરીયા પરમેશ્વરની યાદમાં તેમના વતન દાંડીયાપુરા અને વડેક ગામની પ્રાથમિક શાળાઓને આ શહીદોના નામ સાથે જોડવામાં આવી છે. આ ઉપરાંત જાંબુઘોડાથી 8 કિમી દૂર વડેક ગામ ખાતે સંત જોરિયા પરમેશ્વરની સ્મારક પ્રતિમા અને જાંબુઘોડાથી 10.5 કિમી દૂર દાંડિયાપુરા ગામમાં શહીદ રૂપસિંહ નાયક સ્મારક પ્રતિમા પણ બનાવવામાં આવી છે. જેનું વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરાયુ. તાલુકાના પ્રવાસનને વેગ મળે તે માટે શાળાઓના વિકાસ તથા શહીદોની સ્મૃતિમાં ઓડિયો વિઝ્યુઅલ દ્વારા શહીદોની ગાથાનું વર્ણન, ગ્રીન ગ્રાસ પાથ-વે, ઈકો ફ્રેન્ડલી ગાર્ડન, આઉટડોર સિટીંગ ફેસીલીટી વગેરેનું નિર્માણ કરવાના કામોને મંજૂરી આપવામાં આવી છે.
આ પહેલા વડાપ્રધાન મોદીએ સવારે માનગઢની મુલાકાત લેતા 1913માં રાજસ્થાનના માનગઢમાં બ્રિટિશ દળોના ગોળીબારમાં જીવ ગુમાવનારા આદિવાસીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. બાંસવાડા જિલ્લાના માનગઢ ધામની મુલાકાત દરમિયાન મોદીની સાથે ત્રણ રાજ્યોના CM એક મંચ પર જોવા મળ્યા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને અન્ય નેતાઓ પણ હાજર હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાને ગેહલોત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મંચ શેર કર્યો હતો.