PANCHMAHAL : ઘોઘંબામાં લગ્નપ્રસંગના વાયરલ વીડિયો મામલે પોલીસની કાર્યવાહી, 8ની અટક, 10 સામે ગુનો નોંધાયો

PANCHMAHAL : ઘોઘંબામાં લગ્નપ્રસંગના વાયરલ થયેલા વીડિયો મુદ્દે આખરે જિલ્લા પોલીસે કાર્યવાહી કરી છે. ઘોઘંબા પંચાયતના ઉપપ્રમુખ અને તેમના પુત્ર સહિત કુલ 10 લોકો સામે રાજગઢ પોલીસે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

PANCHMAHAL : ઘોઘંબામાં લગ્નપ્રસંગના વાયરલ વીડિયો મામલે પોલીસની કાર્યવાહી, 8ની અટક, 10 સામે ગુનો નોંધાયો
ઘોઘંબામાં લગ્નપ્રસંગમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ
Follow Us:
| Updated on: Apr 18, 2021 | 6:18 PM

PANCHMAHAL : ઘોઘંબામાં લગ્નપ્રસંગના વાયરલ થયેલા વીડિયો મુદ્દે આખરે જિલ્લા પોલીસે કાર્યવાહી કરી છે. ઘોઘંબા પંચાયતના ઉપપ્રમુખ અને તેમના પુત્ર સહિત કુલ 10 લોકો સામે રાજગઢ પોલીસે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં ડીજેના માલિક અને લગ્નવિધિ કરાવનાર મહારાજનો પણ સમાવેશ થાય છે. ગુનો નોંધ્યા બાદ પોલીસે આ સમગ્ર કેસમાં 8 આરોપીઓની અટકાયત કરી છે.

પોલીસે પકડેલા તમામ આરોપીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. અને ત્યારબાદ તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. જોકે આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. ડીવાયએસપીને 2 દિવસમાં તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ કર્યો છે. ત્યારે ફરજમાં બેદરકારી દાખવનારા પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી શક્યતા છે.

વરરાજા સહિત 10 સામે રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ વીડિયો વાઇરલ થયાં બાદ કોરોનાની તમામ ગાઈડલાઈન નેવે મૂકી પુત્રના લગ્નમાં જનમેદની એકઠી કરતા ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તેમના પુત્ર, ગોર મહારાજ, ડીજે માલિક, સહિત કુલ 10 વ્યક્તિ સામે રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે કોરોના ગાઈડલાઈન અને લગ્ન પ્રસંગ બાબતના જાહેરનામના ભંગ બદલ ફરિયાદ નોંધી છે ને 10 આરોપી પૈકી 8ની અટકાયત કરીને કોવિડ ટેસ્ટ માટેની પણ કાર્યવાહી હાથ ધરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શું છે સમગ્ર ઘટના ?

મહત્વપૂર્ણ છે કે પંચમહાલમાં ભાજપના નેતાએ કોરોના ગાઈડ લાઈન અને જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો. લગ્ન પ્રસંગમાં માત્ર 50 જ વ્યક્તિઓ એકત્રિત થવા અંગેનું જાહેરનામુ છે, ત્યાં ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપ પ્રદેશ આદિવાસી મોરચાના પૂર્વ મંત્રી છેલુભાઈ રાઠવાના પુત્રના લગ્નમાં માનવ મહેરામણ ઉમટ્યુ હતું. જેનો વીડિયો સામે આવ્યો હતો.

લગ્નના આગલા દિવસે શનિવારે પરંપરા મુજબ ગોતરદેવી પૂજા વિધિ યોજાઈ હતી. ગોતરદેવી પૂજા વિધિમાં અધધ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ડીજેના તાલે ઝૂમ્યા હતા. કોરોનાની ગાઇડલાઈન અને રાજ્ય સરકારના નિયમોના ધજાગરા ઉડાડતા દ્રશ્યોનો વીડિયો સામે આવ્યો હતો. સામાન્ય લોકો કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં રાખી પોતાના નિર્ધારિત માંગલિક પ્રસંગો મોકૂફ કરી રહ્યા છે. તો ભાજપના પદાધિકારીઓ જ નિયમો તોડી રહ્યા છે. જોકે આખરે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી અટકાયતોનો દોર શરૂ કર્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ સમગ્ર મામલે નિયમ ભંગ કરનારા સામે કેવી કાર્યવાહી થાય છે. અને પોલીસ તપાસની ગાજ કેટલા પોલીસકર્મીઓનો ભોગ લે છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">