કોરોના મહામારીમાં દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પૈતૃક વતનની મદદે, થરાદમાં બનાવ્યો ઓક્સિજન પ્લાન્ટ

કોરોના મહામારીમાં દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પૈતૃક વતનની મદદે, થરાદમાં બનાવ્યો ઓક્સિજન પ્લાન્ટ
Oxygen Plant

દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદથી જોડાયેલા છે. થરાદ તેમનું વતન છે.

Kuldeep Parmar

| Edited By: Bhavesh Bhatti

May 17, 2021 | 11:52 AM

દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદથી જોડાયેલા છે. થરાદ તેમનું વતન છે, જ્યાં તેમના વડીલો તેમજ તેઓ પણ બાળપણનો કેટલોક સમય થરાદમાં રહ્યા હતા. કોરોના મહામારી ચાલી રહી છે તેવા સમયે સરહદી વિસ્તારમાં ઓક્સિજનની સૌથી મોટી સમસ્યા છે.

આ સમસ્યા વચ્ચે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ટ્વિટરના માધ્યમથી ટ્વિટ કરી સરહદી વિસ્તારની પરિસ્થિતિ અવગત કર્યા હતા અને વતનના લોકોની મદદ કરવા અપીલ કરી હતી.

આ અપીલને ગંભીરતાથી લઈ ગૌતમ અદાણીના ભત્રીજા મિનેષ અદાણી અને મુદ્રા પોર્ટના મેનેજર રક્ષીત શાહ દ્વારા જીલ્લા કલેકટર આનંદ પટેલ તેમજ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો સંપર્ક કરી થરાદમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટેની તૈયારી દર્શાવી હતી. ઓક્સિજન પ્લાન્ટ માટેનું મટેરિયલ થરાદ પહોચી ગયું છે.

ઓક્સિજન પ્લાન્ટ થરાદ સિવિલ હોસ્પિટલમાં લગાવવામાં માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓક્સિજન પ્લાન્ટ થકી દરરોજ 125 થી 150 બોટલ ઓક્સિજનનું ઉત્પાદન થશે. જે કોરોના મહામારીના સમયે સરહદી વિસ્તારના લોકોને મદદરૂપ થશે.

માણસ ગમે તેટલી ઉંચાઈ પર પહોંચે, પરંતુ તેના પિતૃક ગામ સાથે તેની લાગણી હંમેશા જોડાયેલી રહે છે. માત્ર એક ટ્વિટના માધ્યમથી પોતાના વતનની મુશ્કેલીને જાણી ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરનારા ગૌતમ અદાણીના કામને સરહદી વિસ્તારના લોકોને વખાણી રહ્યા છે અને તેમનો આભાર માની રહ્યા છે. તેમના દ્વારા ઉભો કરવામાં આવેલો આ પ્લાન્ટ સરહદી વિસ્તારમાં ઓક્સિજનની અછત દૂર કરવામાં મદદરૂપ થશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati