ભરૂચ - અંકલેશ્વર વચ્ચે રેલવેનો ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો, અઢી કલાકમાં 37 ટ્રેન પ્રભાવિત

ભરૂચ – અંકલેશ્વર વચ્ચે રેલવેનો ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો, અઢી કલાકમાં 37 ટ્રેન પ્રભાવિત

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 10:55 PM

ઘટનાના પગલે ટ્રેન નંબર 82901 મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ભરૂચ ખાતે અટકાવવામાં આવી છે. અન્ય ટ્રેનો પણ ઘટનાના પગલે લેટ પડી શકે છે. રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર વચ્ચે રેલવેનો ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો હતો. ઘટર્નાનાઈ જાણ થતા પશ્ચિમ રેલ્વે વડોદરા વિભાગ દ્વારા સમારકામ શરૂ કરાયું હતું. ટ્રેન નંબર 12989 દાદર-અજમેર એક્સપ્રેસના ગાર્ડે ઘટનાની માહિતી આપતા ટેક્નિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સૂત્રો અનુસાર રાતે ૮ વાગ્યાના અરસામાં અંકલેશ્વર-ભરૂચ સેક્શન વચ્ચે ઓવરહેડ વાયર (OHE) તૂટી પડ્યો હતો. ઘટનાના પગલે ટ્રેન નંબર 82901 મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ભરૂચ ખાતે અટકાવવામાં આવી છે. અન્ય ટ્રેનો પણ ઘટનાના પગલે લેટ પડી શકે છે. રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.

rail

સમારકામ શરૂ કરાયું

ઘટનાની જાણ ટ્રેન નંબર 12989 દાદર-અજમેર એક્સપ્રેસના ગાર્ડ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશને કરવામાં આવતા તાત્કાલિક ટેક્નિકલ ટિમ ઘટનાસ્થળ તરફ રવાના કરાઈ હતી.  મુંબઈ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશને અટકાવવાની પણ ફરજ પડી છે. ટેક્નિકલ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમારકામની કામગીરી શરૂ કરી છે.

તેજસ એક્સપ્રેસ ભરૂચ રેલવે સ્ટેશને અટકાવાઈ

રેલવે તંત્રના સત્તાવાર નિવેદન અનુસાર રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.ઘટનાના પગલે ટ્રેન નંબર 82901 મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ભરૂચ ખાતે અટકાવવામાં આવી છે.

 

37 થી વધુ ટ્રેનો પ્રભાવિત

1. 22929 (Dadar – Vadodara)
2. 20909 (Kochuveli – Porbander)
3. 12989 (Dadar- Ajmer)
4 82901 (Mumbai Central – Ahmedabad Tejas)
5. 20907 (Bandra Bhuj Sayaji)
6. 14708 (Dadar – Bikaner)
7. 12951 (Mumbai – New Delhi Rajdhani)
8. 20819 (PURI-OKHA)
9 12953 (Mumbai – Nizamuddin Aug Kranti)
10 22963 (Bandra – Bhavnagar )
11. 22933 (Bandra – jaipur)
12. 16502 (yeshwantpur – Ahmedabad)
13. 19417 (Mumbai -Ahmedabad M/Exp.)
14. 22955 (Bandra- BHUJ Kutch Exp.)
15. 20955 (Surat-Mahuva)
16 .12903 (Mumbai – Amritsar Golden Temple)
17 . 22413 (Nizamuddin-Madgaon Rajdhani)
18 . 12955 (Mumbai – Jaipur)
19 . 22943 (Daund -Indore)
20. 12971 (Bandra -Bhavnagar )
21. 12909 (Madras- Ektanagar)
22 . 12977 (Ernakulam-Ajmer Marusagar)
23. 22927 (Bandra-Ahmedabad Lokshakti)
24. 12961 (Mumbai-Indore Avantika)
25. 14702 (Bandra -Shri Ganganagar Aravali)
26 . 22945 (Mumbai-OKHA Saurashtra)
27. 12901 (Dadar-Ahmedabad Guj. Mail)
28. 16534 (SBengaluru-Jodhpur)
29. 22909 (Mumbai -New Delhi Duronto)
30 . 12267 (Mumbai -Jamnagar Duronto)
31. 19037 (Bandra – Barauni)
32. 12298 (PUNE-Ahmedabad Duronto)
33. 11092 (PUNE-BHUJ)
34 . 12927 (Dadar-Ektanagar)
35 . 22923 (Bandra -Jamnagar)
36. (Santragachi-porbandar)
37. 19019 (Bandra-Haridwar Dehradun)

Published on: Oct 31, 2022 10:13 PM
g clip-path="url(#clip0_868_265)">