Ahmedabad: ત્રણ બિલ્ડર ગ્રુપ પર દરોડામાં IT વિભાગને રુ. 10 કરોડની રોકડ અને 3.5 કરોડ રૂપિયાના બિનહિસાબી દાગીના જપ્ત

|

Feb 15, 2022 | 11:04 AM

આયકર વિભાગના અધિકારીઓ ગ્રાહકો બનીને બિલ્ડર્સની ઓફિસમાં જતા હતા અને ઝીણામાં ઝીણી અનેક વિગતો મેળવ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા. આ બિલ્ડર જૂથો અનેક રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સ્કીમ બનાવી કરોડો કમાવા છતાં સરકારને ટેક્સ ચુકવતા ન હતા.

Ahmedabad: ત્રણ બિલ્ડર ગ્રુપ પર દરોડામાં IT વિભાગને રુ. 10 કરોડની રોકડ અને 3.5 કરોડ રૂપિયાના બિનહિસાબી દાગીના જપ્ત
Symbolic Image

Follow us on

અમદાવાદના (Ahmedabad) જાણીતા ત્રણ બિલ્ડર ગ્રુપ (Builder Group)ને ત્યાં છેલ્લા 5-6 દિવસથી આવકવેરા વિભાગ (Income tax department)ની તપાસ ચાલી રહી છે. અમદાવાદના આ ત્રણેય બિલ્ડર ગ્રુપ પર દરોડા (Raids)માં આવક વેરા વિભાગને 10 કરોડની રોકડ મળી આવી છે. આ ઉપરાંત 3.5 કરોડ રૂપિયાના બિનહિસાબી દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે.

10 કરોડની રોકડ મળી આવી

અમદાવાદના શિવાલિક, શિલ્પ અને શારદા ગ્રુપ પર આવકવેરા વિભાગ છેલ્લા 5-6 દિવસથી તપાસ કરી રહ્યુ છે. આવકવેરા વિભાગના દરોડામાં 10 કરોડની રોકડ મળી આવી છે. આ ઉપરાંત 3.5 કરોડ રૂપિયાના બિનહિસાબી દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. આવકવેરા અધિકારીઓએ હજુ સુધી એક લોકર જ ખોલ્યું છે. બીજું લોકર ખોલીને આજે તપાસ કરાશે. આવકવેરા વિભાગને હજુ વધારે બિનહિસાબી નાણું મળવાની આશંકા છે. આ તમામ જૂથની ઓફિસ અને ઘરેથી મળેલા ઈલેક્ટ્રોનિક ડેટા અને અન્ય વ્યવહારોની તપાસ હજુ બાકી છે. આ તમામ ડેટાનું વિશ્લેષણ અને વેરિફિકેશન હાથ ધરવામાં આવશે. આ ડેટાના આધારે પણ મોટી બેનામી સંપત્તિ મળી આવે તેવી શક્યતા છે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ મળ્યા

અમદાવાદના 3 જાણીતા બિલ્ડર જૂથ શિવાલિક, શિલ્પ, શારદા પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના 150 અધિકારીઓએ પાડેલા દરોડા દરમિયાન એક કરોડ રૂપિયાની રોકડ અને 20 બેંક લોકર સીલ કરવામાં આવ્યા તો બિલ્ડર જૂથનો મહત્વનો ડિજિટલ ડેટા પણ જપ્ત કરાયો છે. IT અધિકારીઓને 500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ પણ મળ્યા છે.

અધિકારીઓ ગ્રાહકો બનીને બિલ્ડર્સની ઓફિસમાં જતા

આયકર વિભાગના અધિકારીઓ ગ્રાહકો બનીને બિલ્ડર્સની ઓફિસમાં જતા હતા અને ઝીણામાં ઝીણી અનેક વિગતો મેળવ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા. આ બિલ્ડર જૂથો અનેક રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સ્કીમ બનાવી કરોડો કમાવા છતાં સરકારને ટેક્સ ચુકવતા ન હતા. મોટાભાગના ગ્રાહકો પાસેથી 90 ટકા રકમ રોકડ લઈને 10 ટકા રકમના જ દસ્તાવેજ બનાવતા હતા. શિવાલિક બિલ્ડરમાં તો કેટલાક IAS અધિકારીઓનું પણ બેનામી રોકાણ હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો-

સી.જે.ચાવડાને વિધાનસભામાં દંડક બનાવાયા, ગુજરાત કોંગ્રેસે પક્ષના ધારાસભ્યોને અલગ અલગ જવાબદારી સોંપી

આ પણ વાંચો-

Ahmedabad : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસના વધુ ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

Next Article