સી.જે.ચાવડાને વિધાનસભામાં દંડક બનાવાયા, ગુજરાત કોંગ્રેસે પક્ષના ધારાસભ્યોને અલગ અલગ જવાબદારી સોંપી
કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોઇ કસર છોડવા નથી માગતી. જેના માટે કોંગ્રેસે અત્યારથી જ ધારાસભ્યોને જવાબદારી સોંપી જનતાને પ્રભાવિત કરવાની રણનીતિ શરુ કરી દીધી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)માં હવે થોડા મહિનાઓ બાકી રહ્યાં છે. છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ (Congress) રાજ્યની સત્તાથી દૂર રહી છે. ત્યારે હવે ફરી સત્તા મેળવવા માટે કોંગ્રેસ દ્વારા 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. ગુજરાત કોંગ્રેસે પક્ષના ધારાસભ્યો (MLA)ને જવાબદારી સોંપી છે.
કોંગ્રેસના ધારાસભ્યોને અલગ-અલગ જવાબદારી સોંપાઈ છે. સી.જે.ચાવડાને વિધાનસભામાં દંડકની જવાબદારી સોંપવામાં આવી છે. તો લલિત વસોયાને ઉપ દંડક તેમજ નિરંજન પટેલને ખજાનચીની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત વિરજી ઠુમ્મર, પૂંજા વંશ, અશ્વિન કોટવાલ, ગ્યાસુદ્દીન શેખ, બળદેવજી ઠાકોર, અમરીશ ડેર અને કિરીટ પટેલને પ્રવક્તા તરીકેની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે ધારાસભ્ય અનંત પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિ જાતિ મોરચાના ચેરમેન તરીકે વરણી કરાઈ છે.
કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોઇ કસર છોડવા નથી માગતી. જેના માટે કોંગ્રેસે અત્યારથી જ ધારાસભ્યોને જવાબદારી સોંપી જનતાને પ્રભાવિત કરવાની રણનીતિ શરુ કરી દીધી છે. આ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં કેવી રીતે કોંગ્રેસનો પ્રચાર કરવો તે માટેની ઉપરની રૂપરેખા તૈયાર કરી છે. કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠક જીતવા અત્યારથી જ એડીચોટીનું જોર લગાવવા તૈયાર થઇ ગઇ છે.
આ પણ વાંચો-
Ahmedabad: SVP હોસ્પિટલ બનશે પ્રથમ પેપરલેસ હોસ્પિટલ, દર્દીઓને મોબાઇલ પર જ મળી જશે તમામ રિપોર્ટ
આ પણ વાંચો-
સુરત : આમ આદમી પાર્ટીમાં ભંગાણ, વધુ એક કોર્પોરેટરની ભાજપમાં એન્ટ્રી
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
