લગ્ન પ્રસંગો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત: DGP આશિષ ભાટિયા

સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના આંકમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. રાજ્યના કેટલાય શહેરોમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાત્રિ કર્ફયુ પણ લગાવવામાં આવેલું છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 22, 2021 | 10:00 PM

સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના આંકમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. રાજ્યના કેટલાય શહેરોમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાત્રિ કર્ફયુ પણ લગાવવામાં આવેલું છે. ત્યારે આ તમામ વચ્ચે કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા  મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે.

 

 

પોલીસ વડા આશિષ ભાટિયાએ નાગરિક જોગ સંદેશો આપતા જણાવ્યું કે લગ્ન સમારોહમાં 50 લોકો જ હાજર રહી શકશે અને લગ્ન અંગે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ડિજિટલ ગુજરાત પર લગ્ન અંગે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ પરિવારે ફોર્મ ભરવાનું રહેશે. રજિસ્ટ્રેશન બાદ પોલીસને જાણ થશે અને પોલીસ તેનું મોનિટરીંગ પણ કરશે.

 

આ સાથે જ પોલીસ વડા આશિષ ભાટિયાએ ઉમેર્યુ કે રાત્રિ કર્ફ્યૂ ધરાવતા 20 શહેરોમાં રાત્રિ દરમિયાન લગ્ન પ્રસંગ નહીં યોજી શકાય જો રાત્રિ કર્ફયુ દરમિયાન લગ્ન યોજાશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. ડીજે માલિક, ફોટોગ્રાફર ,પાર્ટી પ્લોટ માલિક, મંડપ સર્વિસ વિરુદ્ધ પણ કાર્યવાહી થશે.

 

આપને જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,206 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 137 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 5,877 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 4,53,836 થઈ છે.

 

નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 5,142, સુરતમાં 1,958, રાજકોટમાં 697, વડોદરામાં 598, જામનગરમાં 336, ગાંધીનગરમાં 161, ભાવનગરમાં 148 અને જુનાગઢમાં 102 નવા કેસો સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 5,010 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,55,875 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 78.41 ટકા થયો છે.

 

આ પણ વાંચો: Gujarat Cabinet : રાજ્યમાં હવે માસ્ક ન પહેરવાના દંડ સિવાય વાહનચાલકોને તમામ દંડમાંથી હાલ પુરતી મુક્તિ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">