ડુંગળીના ભાવોમાં કડાકો, ભાવનગરના ખેડૂતોની ચિંતામાં વધારો

|

Dec 23, 2020 | 8:52 PM

ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન કરતો જિલ્લો ભાવનગર છે. ત્યારે ડુંગળીના ભાવમાં નિકાસબંધીને કારણે ભાવમાં બોલેલા કડાકાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીના મણના ભાવે ગયા વર્ષે ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા હતા. જે એપ્રિલમાં 60થી 100 રૂપિયા થઈ ગયા હતા અને હાલમાં ભાવનગર માર્કેટ યાર્ડમાં મણ ડુંગળીનો બાવ 150થી 400 રૂપિયા થઈ ગયો છે. આ […]

ડુંગળીના ભાવોમાં કડાકો, ભાવનગરના ખેડૂતોની ચિંતામાં વધારો

Follow us on

ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન કરતો જિલ્લો ભાવનગર છે. ત્યારે ડુંગળીના ભાવમાં નિકાસબંધીને કારણે ભાવમાં બોલેલા કડાકાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીના મણના ભાવે ગયા વર્ષે ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા હતા. જે એપ્રિલમાં 60થી 100 રૂપિયા થઈ ગયા હતા અને હાલમાં ભાવનગર માર્કેટ યાર્ડમાં મણ ડુંગળીનો બાવ 150થી 400 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર ડુંગળીનો પાક બજારમાં આવતા ભાવો હજી ઘટવાની શક્યતા રહેલી છે. જેને લઇને ભાવનગર જિલ્લાના ખેડૂતો અને જિલ્લા ભાજપ તરફથી તાત્કાલિક ડુંગળીની નિકાસ શરૂ કરવામાં આવે તેવી કેન્દ્રીય કૃષિપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ વર્ષમાં વધુ ભારે વરસાદ અને ઉંચા બિયારણોની ખરીદી કરી ખેડૂતે ડુંગળીનું વાવેતર તો કર્યું પરંતુ ઉત્પાદનના સમયે નિકાસબંધી હોવાને લઈને ખેડૂતોને ભાવ મળશે તે આશા પર પાણી ફરી વળ્યું છે. સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન કરે છે. આ સ્થિતિમાં જો ભારત સરકાર નિકાસ શરૂ નહીં કરે તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે.

Next Article