Breaking News : રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યું ! GPSSB દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ
GPSSBદ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સવારે 11થી 12 કલાક દરમિયાન યોજાવાની હતી પરીક્ષા. પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી છે.
રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યું છે, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સવારે 11થી 12 કલાક દરમિયાન યોજાવાની હતી પરીક્ષા. પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા શખ્સ પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
9.53 લાખ વિદ્યાર્થીઓ આપવાના હતા પરીક્ષા
આપને જણાવી દઈએ કે, 2,995 પરીક્ષા કેન્દ્રો પર અંદાજીત 9.53 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. તો બીજી તરફ 7,500 પોલીસકર્મી સહિત 70 હજારથી વધુનો સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો હતો. છતા પેપર ફુટતા હાલ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.