AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરી એકવાર ગુજરાતની કમાન અમિત શાહે સંભાળી?

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસ, હોસ્પિટલમાં લાગી રહેલી લાઈનો, સારવાર ના મળતા મૃત્યુને મુખે પહોંચી રહેલા સામાન્ય માણસો. આ ચિતાર છે ગુજરાતનો. જેના પડઘા હવે દિલ્હી દરબારમાં પણ પડ્યા હોય એવું લાગી રહ્યુ છે અને એ જ કારણ છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા.

ફરી એકવાર ગુજરાતની કમાન અમિત શાહે સંભાળી?
HM Amit Shah and CM Vijay Rupani
Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 23, 2021 | 10:41 PM
Share

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસ, હોસ્પિટલમાં લાગી રહેલી લાઈનો, સારવાર ના મળતા મૃત્યુને મુખે પહોંચી રહેલા સામાન્ય માણસો. આ ચિતાર છે ગુજરાતનો. જેના પડઘા હવે દિલ્હી દરબારમાં પણ પડ્યા હોય એવું લાગી રહ્યુ છે અને એ જ કારણ છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા. જો કે અમિત શાહના ગુજરાત અવાવનું ‘ઓફિશિયલ’ હેતુ GMDC ગ્રાઉન્ડ ખાતે નિર્માણ પામેલી કોવિડ હોસ્પિટલનો રિવ્યુ બતાવવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિકતા ગુજરાતમાં ‘બિસ્માર’ થયેલી વહીવટી તંત્રનો ઉધડો લેવાનો અને સાથે જ ગુજરાતમાં પડતી હાલાકીઓથી ત્રસ્ત લોકોની ફરિયાદો ના સમાધાન લાવવાનું હતું.

રાજકારણના ચાણક્ય ગણાતા અમિત શાહ આ વાત સુપેરે સમજી રહ્યા છે કે લોકોને પડી રહેલી હાલાકીનું જો તરત નિવારણ કરવામાં નહીં આવે તો પ્રજામાં રોષ ફરી ભભૂકી ઉઠે છે અને આજ કારણ છે કે હંમેશા ચૂંટણી સમયે ગુજરાતની કમાન સંભાળતા અમિત શાહે ફરી એક વાર કોરોનાકાળમાં ગુજરાતની કમાન સંભાળી છે અને કેટલાય મહત્વના નિર્ણયો પણ લીધા છે, ત્યારે એક નજર કરીએ મહત્વના નિર્ણયો પર

1. આગામી દિવસોમાં ગાંધીનગર હેલીપેડ ખાતે 1200 બેડની બનશે કોવીડ હોસ્પિટલ.

2. ટાટા ટ્રસ્ટના સહયોગથી 1200 બેડની હોસ્પિટલ શરુ કરાશે. જેમાં 600 આઈસીયુ બેડ ઉપ્લબ્ધ હશે. 3. ગરીબ અને મધ્યમવર્ગ માટે રાજ્યભરમાં આઈસોલેશન સેન્ટર ઉભા કરાશે. 4. કોવીડ અંગે માર્ગદર્શન માટે હેલ્પલાઈન શરુ કરાશે. 5. 50થી વધુ તબીબો ટેલિફોનિક માર્ગદર્શન આપશે. 6. રાજ્યમાં મેડિકલ કન્સલન્ટન્સી શરુ કરાશે. 7. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવતીકાલથી ધન્વંતરી કોવીડ હોસ્પિટલનો આરંભ થશે. 8. ગુજરાતમાં સ્વંયસેવી સંગઠનોની સહાયથી ઠેર-ઠેર આઈસોલેશન સેન્ટર શરુ કરાશે. 9. શહેરમાં કર્ણાવતી ક્લબ, એડીસી બેંક, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, ઉમિયા પરિવાર ટ્ર્સ્ટ જેવી સ્વૈચ્છીક સંસ્થાઓએ આઈસોલેશન સેન્ટર શરૂ કરશે. 10. આઈસોલેશન સેન્ટરમાં પ્રાથમિક આરોગ્ય સુવિધા, દવાઓ અને આહાર વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે.

જો કે આ નિર્ણયોની જાહેરાત કરતા પહેલા તેમને CM અને DyCM સાથે સરકારના ઉચ્ચ અધિકારી તેમજ હેલ્થ વિભાગના અધિકારીઓ સાથે 1 કલાક જેટલો સમય બેઠક કરી હતી. સૂત્રો મુજબ કોવિડ સમયમાં ગુજરાતમાં ચાલી રહેલી બાબુઓની મનમાનીની અનેક ફરિયાદો અમિત શાહને મળી હતી, જેને ધ્યાનમાં રાખી આજે અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો.

સૂત્રોની માનીએ તો હોસ્પિટલની બહાર લાગી રહેલી લાંબી લાઈનોની ગંભીર નોંધ લેવામાં આવી છે. તેમજ લાઈનો કેમ લાગી રહી છે? કેમ વ્યવસ્થા પુરી પાડવામાં નથી આવતી? કેમ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં વેઈટીંગ ટાઈમ ઓછો નથી થઈ રહ્યો? એવા સવાલોનો મારો ચલાવવા આવ્યો હતો સાથે જ અધિકારીઓને ચૂંટાયેલી પાંખના જનપ્રતિનિધિ જોડે તાલમેલ રાખવા પણ સૂચન કરાયું છે. ધનવન્તરી રથ દ્વારા ક્યાં અને કેવી કામગીરી કરવામાં આવે છે એનો અહેવાલ પણ માંગ્યો છે.

દર્દીઓને હાલાકી ઓછી થાય એ દિશામાં વ્યવસ્થા ઉભી કરવા સૂચન કરાયું અને આજ કારણ માનવામાં આવે છે કે આજે તેમના જ લોકસભાના સંસદીય વિસ્તાર માટે તૈયાર કરાયેલી એમ્બ્યુલન્સ તેમજ મોબાઈલ વાનને અમિત શાહે ફ્લેગ ઓફ કરાવવાનું ટાળ્યું હતું. એક કલાક સુધી સરકાર અને તેમના અધિકારીઓ સાથે જ બેઠક પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે ગુજરાતમાં પડતી હાલાકીથી અમિત શાહ નારાજ છે અને બેઠકમાં તમામ અધિકારીઓના કલાસ લેવામાં આવ્યા છે.

જો કે મીડિયા સમક્ષ રાજ્ય સરકારની કામગીરીને બિરદાવી છે, પરંતુ જે રીતે સ્વૈચ્છીક સંસ્થાઓના કોરોના માટેની કામગીરીની જાહેરાત કરી એ જ બતાવે છે કે દિલ્હી દરબારમાં ગુજરાતની વર્તમાન પરિસ્થિતિમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને એ જ કારણ છે ફરી એકવાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના હોમટાઉન ગુજરાતની ધરા ફરી એકવાર સંભાળી છે.

આ પણ વાંચો: Virafin : જલ્દી જ મેડીકલમાં પહોચશે વિરાફીનના 10 લાખ ડોઝ, જાણો વિરાફીનની કિંમત અને અન્ય બાબતો

MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
g clip-path="url(#clip0_868_265)">