જામનગરમાં બકરાં માટે વૃદ્ધની હત્યા, જાણો શું છે આખો મામલો

|

Jan 23, 2022 | 6:06 PM

વૃદ્ધ ઉપર પ્રાણઘાતક હથિયાર વડે માથાના ભાગે, જમણા કાને, જમણી આંખ ઉપર તથા દાઢીના ભાગે જીવલેણ ઘા ઝીંકતા વૃધ્ધ સ્થળ પર ઢળી પડયા હતાં. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

જામનગરમાં બકરાં માટે વૃદ્ધની હત્યા, જાણો શું છે આખો મામલો
symbolic image

Follow us on

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ નજીક એક વૃધ્ધને માથાના ભાગે ઈજા કરીને હત્યા કરી. હત્યા બકરાની લુંટ માટે કરી હોવાની પોલિસ ફરીયાદ મરણજનારના પુત્રે નોંધાવી હતી. પોલિસે લુંટ કરીને હત્યા કરનાર 4 આરોપીને પકડીને વધુ તપાસ આંરભી છે.

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ નજીકના ખુલ્લા વિસ્તારમાં ધેટા ચારવવા માટે આવેલ વૃધ્ધની હત્યા થઈ હતી. 65 વર્ષીય ખેતાભાઈ હઠાભાઈ ચાવડીયા બકરા ચરાવવા માટે વાજી વિસ્તારમાં ગયા હતા. પરંતુ સાંજના સમયે ત્યાં સુતેલી હાલતમાં જોવા મળતા પ્રસાર થતા વ્યકિતએ પરીવારજનોને જાણ કરી. વૃધ્ધને ખેતાભાઈ ચાવડીયાને માથાના ભારે ગંભીર ઈજા હોવાથી તેને સારવાર માટે જીજી હોસ્પીટલમાં લાવવામાં આવ્યા, પરંતુ સારવાર મળે તે પહેલા તેમનુ મૃત્યુ થયુ હતુ.

વૃદ્ધ ઉપર પ્રાણઘાતક હથિયાર વડે માથાના ભાગે, જમણા કાને, જમણી આંખ ઉપર તથા દાઢીના ભાગે જીવલેણ ઘા ઝીંકતા વૃધ્ધ સ્થળ પર ઢળી પડયા હતાં. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર વાલાભાઈ ભરવાડ દ્વારા જાણ કરી પોલિસ ફરીયાદ નોંધાવી હતી. મરણજનાર 41 બકરા ચરાવવા લઈને ગયા હતા. પરંતુ તે પૈકી 12 જેટલા બકરાની લુંટ કરી હતી.

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

નિર્જન સ્થળે થયેલ વૃધ્ધના હત્યાના આરોપીને શોધવા પોલિસ વિવિધ ટુકડી બનાવી. જેમાં જાહેર સ્થળોના સીસીટીવી ફુટેજના આધારે પોલિસ ચાર આરોપીને પકડવામાં સફળતા મેળવી. ચાર જેટલા આરોપીને પોલિસે બાતમીના આધારે પાટણથી પકડી પાડેલ છે. બકરાની લુંટ કરીને વૃધ્ધને માથા હુમલો કરીને નાસી ગયા હતા. અને બકરાને વેચાણ કર્યા છે. પોલિસે તેની પાસેથી પીકઅપ વાહન, મોટરસાઈકલ અને ચાર મોબાઈલ જપ્ત કર્યા છે. જે મોટરસાઈકલ પર ચોરી કરી હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે.

પોલિસે ચાર આરોપી બુધો ગેલાભાઇ પરમાર સરાણીયા (રહે-વાંર્કાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી,નદીના ર્કાંઠે જી-મોરબી), વિજય રધાભાઇ વસિંધવ (રહે.-વાંર્કાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના ર્કાંઠે જી-મોરબી), અજૂડન ગેલાભાઇ પરમાર (રહે-વાંર્કાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના ર્કાંઠે જી-મોરબી), દર્કશન જીવાભાઇ પરમાર (રહે-વાંર્કાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના ર્કાંઠે જી-મોરબી) ને પકડીને તેની પુછપરછ શરૂ કરી છે.

ચારેય આરોપીએ બકરાની લુંટ કરી હતી. જેનો બકરાના માલિક ખેતાભાઈ ચાવડીયાએ પ્રતિકાર કરતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી હતી. અને હુમલો કરીને પીકઅપ વાહનમાં છ- છ બકરા ભરીને બે ફેરા કરીને બકરાની લુંટ કરીને નાસી ગયા હતા. બકરાને વેચાણ કરીને નાસી ગયા હતા. બકરાની લુંટ કરવા માટે બકરાના માલિકની હત્યા ચાર આરોપીએ કરી હતી. બકરાને વેચાણ કરવામાં તો આરોપીઓ સફળ થયા પરંતુ પોલિસથી વધુ સમય માટે ભાગી શકયા નહી, અને પોલિસ તેમને પકડી કાયદાનુ ભાન કરાવ્યુ હતું.

આ પણ વાંચોઃ Tapi: વ્યારા તાલુકાના ઝાંખરી ગામે વનવિભાગના મહિલા કર્મચારી સાથે બબાલ, 3 સામે ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચોઃ Ahmedabad : સોની વેપારીએ ફુલેકું ફેરવ્યુ, પોલીસે આરોપીને ઝડપી લીધો, પણ મુદ્દામાલ ગાયબ

Next Article