AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પતિ અમદાવાદ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો અને પત્ની અમેરિકા ચાલી ગઈ

અમદાવાદના નારોલમાં રહેતા એક યુવકને પોતાની NRI પત્ની સાથે લગ્ન કરીને હાલમાં પસ્તાવાનો વારો આવ્યો છે. તે પોલીસ પાસે મદદ માટે ચક્કર લગાવી રહ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવા આવેલા વિરેન્દ્રસિંહ રાઉલજીએ લગ્નના સપના જોયા અને NRI પત્ની જે છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં સ્થાયી હતા. તેની સાથે 28 એપ્રિલ 2018ના રોજ લગ્ન કર્યા […]

પતિ અમદાવાદ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો અને પત્ની અમેરિકા ચાલી ગઈ
Mihir Soni
| Edited By: | Updated on: Mar 26, 2019 | 1:22 PM
Share

અમદાવાદના નારોલમાં રહેતા એક યુવકને પોતાની NRI પત્ની સાથે લગ્ન કરીને હાલમાં પસ્તાવાનો વારો આવ્યો છે. તે પોલીસ પાસે મદદ માટે ચક્કર લગાવી રહ્યો છે.

નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવા આવેલા વિરેન્દ્રસિંહ રાઉલજીએ લગ્નના સપના જોયા અને NRI પત્ની જે છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં સ્થાયી હતા. તેની સાથે 28 એપ્રિલ 2018ના રોજ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડાક મહિના પછી એવુ બન્યુ કે તેને રડવાનો વારો આવ્યો છે. વિરેન્દ્રસિંહે આરોપ લગાવ્યો છે કે તેની પત્ની રીમાએ તેમનો પાસપોર્ટ,ગ્રીન કાર્ડ સાથે તેના તમામ દસ્તાવેજો લઈને અમેરિકા ચાલી ગઈ છે અને તેના નંબરો બ્લોક કરી દીધા છે.

વિરેન્દ્રસિંહના સાળાના લગ્ન માટે તેમની પત્ની અને તેમના સાસુ-સસરા સાથે અમદાવાદ આવ્યા હતા. લગ્ર પૂર્ણ કર્યા પછી ગત મહિને બંન્ને લોકોને અમેરિકા જવાનું હતુ. વિરેન્દ્રસિંહ ઍરપોર્ટ પર પહોંચીને તેમની પત્નીની રાહ જોતા રહ્યા અને પત્ની પરિવાર સાથે અમેરિકા ચાલી ગઈ હતી. પતિએ પોતાની પત્ની સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે ત્યારે પોલીસે CBIની મદદ લઈ તપાસ હાથ ધરી છે.

લગ્ર થયા બાદ  પત્ની રીમાબેન સિસોદિયા સાસરિયામાં 4 મહિના રહ્યા હતા અને ત્યારબાદ પતિને સાથે અમેરિકા લઇ ગયા હતા. ત્યાં ગ્રીનકાર્ડ મેળવી લઈને નોકરી કરતા હતા. પરંતુ તેના સાસરિયાનું કહેવુ હતુ કે તે તેમના ઘરે ઘર જમાઈ બનીને રહે અને જે રુપિયા તે કમાય  છે તે તેમને આપે જે બાબતને લઈને તેમની વચ્ચે વિવાદ ચાલતો હતો. ફરિયાદીનું કહેવુ છે કે તેની પત્ની મોડી રાત સુધી ઘરની બહાર રહેતી હતી અને જે વાતને લઈને બન્ને વચ્ચે બોલાચાલી પણ થતી હતી.

જો કે થોડાક દિવસ પહેલા ફરિયાદીના સાળાના લગ્ન હોવાથી તે ભારત આવ્યા હતા અને લગ્ન બાદ જે દિવસે અમેરિકા પરત જવાનું હતું. તે દિવસે વિરેન્દ્રસિંહ એરપોર્ટ ગયા ત્યારે તેમને જાણ થઈ કે તેમના સાસરિયાના લોકો અમેરિકા જતા રહ્યા છે.

જોકે વિરેન્દ્રસિંહનુ કહેવુ છે કે તેમની પત્ની તેમના તમામ દસ્તાવેજો લઈને જતા રહ્યા છે. જેથી તે હવે શું કરે તેની ખબર નથી પડતી. નોંધનીય વાત તો એ છે કે આ સમયગાળા દરમ્યાન વિરેન્દ્રસિંહને ખ્યાલ આવ્યો કે તેની પત્નીએ તેના માતા-પિતા વિરુધ્ધમાં 12 ફેબ્રુઆરી 2019ના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કલમ 498 મુજબ ફરિયાદ દાખલ કરી છે.

ત્યારે હવે સવાલ એ ઉભો થયો છે કે આ સમગ્ર ઘટનામાં હકીકત શું છે. કારણ કે એક તરફ પત્ની પોતાના પતિના દસ્તાવેજો સાથે લઈને ગઈ છે. જે અંગે પતિએ પત્ની સામે તો ફરિયાદ નોંધાવી છે. જયારે બીજી તરફ પત્નીએ પણ પોતાના સાસરિયા વિરૂધ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઇને હાલ પોલીસે ફરિયાદ દાખલ કરી અને અલગ-અલગ લોકોનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">