ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ કેસની તપાસ હવે NIA કરશે.
ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી ગત મહિને અંદાજીત 21.000 કરોડનુ ડ્રગ્સ કસાઇનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ તે દેશનું અત્યાર સુધીનુ સૌથી મોટુ ઓપરેશન પણ માનવામાં આવે છે.
ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી ગત મહિને ટેલ્કમ પાઉડરની આડમા ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસની તપાસ હવે NIA કરશે. જેમાં 2988 કિલોગ્રામ હેરોઇનના ઝડપવામાં આવ્યું હતું. જેમાં DRI એ ઝડપેલા કેસમા તપાસ દરમ્યાન ગંભીર બાબતો ખુલવાની શક્યતાના પગલે તપાસ હવે NIA કરશે.
આ કેસની પ્રાથમિક તપાસમાં તેના તાર અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હોવાનું ખૂલ્યું હતું. તેમજ વિવિધ એજન્સીઓએ તપાસ કર્યા બાદ હવે DRI પાસેથી તપાસ NIA એ સંભાળી લીધી છે. જેમાં અંદાજીત 21.000 કરોડનુ ડ્રગ્સ કસાઇનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ તે દેશનું અત્યાર સુધીનુ સૌથી મોટુ ઓપરેશન પણ માનવામાં આવે છે.
આ કેસમાં કલમ 8C/23 NDPS એક્ટ અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આ કેસ દુર્ગા પીવી, ગોવિંદ રાજુ, રાજકુમાર અને અન્ય સામે નોંધવામાં આવ્યો છે. ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર જહાજ મારફતે અફઘાનિસ્તાનથી કેટલાક માલ-સામાનની આડમાં મોટી માત્રામાં ડ્રગ્સ ભારતમાં લાવવામાં આવી રહી હતી. આ જહાજ ઈરાનના બંદર અબ્બાસ પોર્ટ મારફતે ગુજરાત આવ્યું હતું. ED પણ આ મામલે તપાસ કરી રહ્યું છે.
અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે આંધ્રપ્રદેશના વિજયવાડા સ્થિત એક ફર્મ દ્વારા મુન્દ્રા પોર્ટ પર અફઘાનિસ્તાનથી કન્ટેનરોની આયાત કરવામાં આવી હતી. આ પછી, આંધ્રપ્રદેશ પોલીસે એક પ્રેસ નોટ જારી કરી હતી કે આંધ્ર પ્રદેશમાં વિજયવાડાનું સરનામું શ્રીમતી ગોવિંદારાજુ વૈશાલીના નામે છે અને તે ચેન્નઈના રહેવાસી છે. ફર્મએ કન્સાઈનમેન્ટને ટેલ્કમ પાવડર હોવાનું કહ્યું હતું, તેઓ આંધ્રપ્રદેશના રહેવાસી નથી.
આ પછી પણ, આંધ્રપ્રદેશ સરકાર પર આક્ષેપ કરતા મીડિયા અને રાજકીય પક્ષો જોઈને, રાજ્યના ડીજીપી ગૌતમ સવાંગે ખુદ રાજ્ય સરકારના બચાવમાં એક પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે મુન્દ્રા બંદર પર પકડાયેલા હેરોઈનનો મોટો જથ્થો આંધ્રપ્રદેશ સાથે કોઈ લેવાદેવા નથી. એકમાત્ર સરનામું આંધ્રપ્રદેશના વિજયવાડાનું છે, તે ચેન્નઈના રહેવાસી છે.
આ પણ વાંચો : Pakistan Earthquake: પાકિસ્તાનમાં જોરદાર 5.9ની તીવ્રતાનો ભૂકંપ, 20 ના મૃત્યુ 40 ઘાયલ
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 7 ઓક્ટોબરે ગુજરાત આવશે, બીજા નોરતે માણસામાં માતાના દર્શન કરશે