Tender Today : ધોલાઇ ફિશરીઝ હાર્બરમાં એમેનીટીઝના અપગ્રેડેશન અને રિપેરિંગ થશે, મત્સ્યોધ્યોગ વિભાગ દ્વારા કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર
ગુજરાત રાજ્ય મત્સ્યોધ્યોગ વિભાગની (Department of Fisheries) મત્સ્યોધ્યોગ કમિશનરની કચેરી દ્વારા ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. નવસારી જિલ્લામાં આવેલી ધોલાઇ ફિશરીઝ હાર્બરમાં એમેનીટીઝના અપગ્રેડેશન અને રિપેરિંગના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ ટેન્ડરના પ્રાઇઝબીડનું ફીઝીકલ ફોર્મમાં સબમીશન સ્વીકારવામાં આવશે નહીં.
Navsari : ગુજરાત રાજ્ય મત્સ્યોધ્યોગ વિભાગની (Department of Fisheries) મત્સ્યોધ્યોગ કમિશનરની કચેરી દ્વારા ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. નવસારી જિલ્લામાં આવેલી ધોલાઇ ફિશરીઝ હાર્બરમાં એમેનીટીઝના અપગ્રેડેશન અને રિપેરિંગના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ ટેન્ડરના પ્રાઇઝબીડનું ફીઝીકલ ફોર્મમાં સબમીશન સ્વીકારવામાં આવશે નહીં.
આ ટેન્ડરની અંદાજીત રકમ 4,24,72,525.18 રુપિયા છે. આ ટેન્ડરની ફી 6 હજાર રુપિયા છે. તો ઇએમડીની રકમ 4,24,800 રુપિયા છે. આ ટેન્ડરનો વર્ક કમ્પલીશનનો પીરીયડ 18 મહિનાનો છે. આ ટેન્ડરના બીડ ડોક્યુમેન્ટ ડાઉનલોડિંગ કરવાની તથા ભરવાની અંતિમ તારીખ 4 સપ્ટેમ્બર 2023થી 26 સપ્ટેમ્બર 2023 સાંજે 6 કલાક સુધીની છે.આરપીએડી/સ્પીડ પોસ્ટ દ્વારા એપ્લીકેશન ફી, તથા દસ્તાવેજ રજૂ કરવાની તારીખ અને સમય 4 ઓક્ટોબર 2023 સાંજે 6 કલાક સુધીની છે. બીડ ખોલવાની તારીખ અને સમય 5 ઓક્ટોબર 2023 બપોરે 12 કલાક બાદનો છે. ટેન્ડર વેબસાઇટ tender.nprocure.com મારફતે ઇલેકટ્રોનીક ફોરમેટમાં જ કરવાની રહેશે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો