AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Updates: નવસારીમાં સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

Rain Updates: નવસારીમાં સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ઠેર-ઠેર જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે તો બીજી તરફ શેરડી પકવતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 3:54 PM
Share

હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી (Navsari)માં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. વહેલી સવારથી નવસારી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. નવસારી શહેર અને ગણદેવી સહિતના તમામ તાલુકા વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકી ગયો છે અને જળબંબાકાર (Water Logging)ની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે શેરડી(Sugarcane) પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ભારે વરસાદને પગલે નવસારીના પ્રજાપતિ આશ્રમ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વરસાદી પાણી ભરાવાને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

નવસારીમાં સતત સાતમાં દિવસે ધોધમાર વરસાદ

નવસારી જિલ્લામાં સતત સાતમાં દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે શહેર અને જિલ્લાનું જનજીવન ભારે પ્રભાવિત થયુ છે. નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જિલ્લામાં ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે. હાલ તંત્ર સતત એલર્ટ છે. ગણદેવામાં પાંચ ઈંચ પડ્યો છે. જલાલપોરમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. સમગ્ર શહેરમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ જાણે બેટમાં ફેરવાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. શહેરની શિવ દર્શન સોસાયટી વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

શહેરના સાતથી વધુ વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમા શાંતા દેવી રોડ, ચાર પુલ, પ્રજાપતિ આશ્રમ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. જો કે હજુ વરસાદ પડે તો નવસારી શહેરની નદીઓ ગાંડીતૂર બને તેવી શક્યતા જોવાઈ રહી છે.

સતત વરસાદથી શેરડીના ખેડૂતોની ચિંતા વધી

આ તરફ સતત વરસાદને પગલે શેરડીનો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. શેરડીના રોપાણમાં વરસાદી પાણી ભરાઈ જતા જર્મિનેશન થતુ નથી અને શેરડી ઉગતી નથી. ખેડૂતો જણાવે છે કે હવે જે વરસાદ પડી રહ્યો છે તે શેરડીના પાકને અને શાકભાજીના પાકને ભારે નુકસાનકારક છે. હવેના વરસાદને કારણે ખાસ કરીને શેરડીના પાકમાં ફુગ બનવા લાગે છે. ત્યારે ખેડૂતોએ આ ફુગ દૂર કરવાની ટ્રિટમેન્ટ કરવી પડે. તેની અસર ઉત્પાદન પર પણ જોવા મળી છે.

ઈનપુટ ક્રેડિટ- દિનેશ ગામીત- નવસારી

g clip-path="url(#clip0_868_265)">