Navsari : મેઘરાજાના આગમન સાથે મુશ્કેલીઓના પણ મંડાણ, રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા, જુઓ Video

|

Jun 13, 2022 | 5:20 PM

નજીવા વરસાદમાં (Rain) નવસારી (Navsari) નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડાડતા હોય તેવી સ્થિતિ નવસારી શહેરમાં જોવા મળી રહી છે.

Navsari : મેઘરાજાના આગમન સાથે મુશ્કેલીઓના પણ મંડાણ, રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા, જુઓ Video
નવસારીમાં પહેલા વરસાદમાં જ રેલવે ગરનાળુ ભરાઇ ગયુ

Follow us on

સમગ્ર ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની મહેર ઉતરવાનું શરુ થઇ ગયુ છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક વિસ્તારમાં સારો વરસાદ (Rain)  નોંધાયો છે. જો કે મેઘરાજાના વધામણા સાથે હવે મુશ્કેલીઓના પણ મંડાણ થયા છે. નવસારીમાં (Navsari) પ્રથમ વરસાદમાં જ પ્રજાજનોની પરેશાની વધવા લાગી છે. નવસારીમાં રેલવે ગરનાળામાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

ચોમાસાની ધીમી ગતિએ શરૂઆત થઇ ચૂકી છે. નજીવા વરસાદમાં નવસારી નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડાડતા હોય તેવી સ્થિતિ નવસારી શહેરમાં જોવા મળી રહી છે. નવસારી શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલું ગરનાળુ ભરાઈ જતા લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે. પૂર્વ અને પશ્ચિમ નવસારીને જોડતા નવસારી રેલવે સ્ટેશનના ગરનાળામાં ગાડીઓ પણ ન નીકળી શકે એટલું પાણી ભરાઇ ગયુ છે. જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સાથે જ રેલવે ફાટક પર ટ્રાફિક વધી જતા લોકોની સ્થિતિ વધુ વણસી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પ્રિમોન્સુન કામગીરીની મોટી મોટી વાતો કરતા નગરપાલિકાના શાસકોની પોલ ખૂલી ગઈ હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. નવસારીના વહીવટી તંત્રએ માત્ર કાગળ પર પ્રિ-મોન્સૂન કામગીરી કરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

શહેરના અનેક રસ્તામાં પડ્યા ખાડા

પહેલા જ વરસાદના પગલે ક્યાંક રસ્તા પર ખાડા પડી ગયા, તો ક્યાંક પાણી ભરાવાના કારણે વાહનચાલકો પ્રભાવિત થયા છે. જોકે દૂર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે વરસાદે વિરામ લીધો પરંતુ સમસ્યા ઉભીને ઉભી છે. તંત્રએ ગરનાળામાં ભરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે.

Next Article