Ahmedabad: શહેરમાં હવે આડેધડ ખાડા નહીં જોવા મળે, ખાડા ખોદતા પહેલા AMC કમિશનરની પરવાનગી લેવી પડશે

અમદાવાદ શહેરમાં તૂટેલા રોડને લઈ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ અનેક ફરિયાદો આવી હતી. તેમજ ઘણી જગ્યાએ ખાડા ખોદ્યા બાદ કોન્ટ્રાક્ટરો દ્વારા ઘોર બેદરકારી રાખવાના ઘણીવાર આક્ષેપ થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 7:20 AM

અમદાવાદમાં (Ahmedabad) શહેરીજનોને હવે ઠેર ઠેર જોવા મળતા રોડ પરના ખાડામાંથી રાહત મળી શકે છે. શહેરમાં તૂટેલા રોડને લઈ ફરિયાદો મળતા મ્યુનિસિપલ કમિશનરે (AMC Commissioner) મહત્વનો નિર્ણય કર્યો છે. શહેરના રસ્તાઓ ખોદતાં પહેલા મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લેવી પડશે. 12 મીટરથી વધુ પહોળાઈના રોડ ખોદવા કમિશનરની પૂર્વ મંજૂરી લેવી પડશે. ખાનગી એજન્સીઓને રોડ ઓપનિંગ પરમિશન ઈસ્યુ કરતા પહેલા પણ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લેવી પડશે.

અમદાવાદ શહેરમાં તૂટેલા રોડને લઈ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ અનેક ફરિયાદો આવી હતી. તેમજ ઘણી જગ્યાએ ખાડા ખોદ્યા બાદ કોન્ટ્રાક્ટરો દ્વારા ઘોર બેદરકારી રાખવાના ઘણીવાર આક્ષેપ થયા છે. જેને પગલે જાહેર જનતાને તંત્રના ખાડાને પગલે હેરાન થવાનો વારો આવતો હતો. પરંતુ AMC કમિશનરના નિર્ણય બાદ હવે નવા કોઈ રોડ રિસરફેસ કરવાના હશે તો ડેપ્યુટી સિટી એન્જિનિયર દ્વારા સ્થળ તપાસ કરી મંજૂરી મેળવવી પડશે. એટલું જ નહીં એએમસીએ પણ સર્વિસ લાઈનના કામ માટે રોડ તોડતા પહેલા કમિશનરની મંજૂરી લેવી પડશે.

એએમસી દ્વારા ખાનગી એજન્સીઓને RO (Road opening) પરમિશન ઈસ્યૂ કરતા પહેલા મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લેવી પડશે. એએમસીએ પણ પાણી લીકેજ, ગટર લાઈન કે અન્ય સર્વિસ લાઈનના કામ માટે રોડ તોડતા પહેલા કમિશનરની મંજૂરી લેવી પડશે. આ માટે જે તે ઝોનના ડે. સીટી એન્જિનિયર દ્વારા સ્થળ તપાસ કરી રિપોર્ટ કરવો પડશે અને ત્યારબાદ મ્યુનિ.કમીશ્નરની મંજૂરી મેળવવી પડશે. રસ્તાઓ પર ઓછું ખોદકામ કરી કામગીરી પૂર્ણ કરવાની રહેશે.

આ પણ વાંચો-ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ-2022નું સમાપન,100થી વધુ દેશો જોડાયા, આયુષ ક્ષેત્રે રૂ.9000 કરોડથી પણ વધુના રોકાણના MOU થયાં

આ પણ વાચો-કોંગ્રેસના વધુ એક નેતા નારાજ, કૈલાશ ગઢવીએ ટ્વીટ કરીને સંગઠનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા, પાર્ટી છોડવાના આપ્યા સંકેત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">