AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નવસારીમાં હાઈટેક ‘નમો કમલમ્ કાર્યાલય’ નું ઉદ્ઘાટન, PM મોદીએ કાર્યકરોની કર્તવ્યનિષ્ઠા અને વિકાસકાર્યોને બિરદાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં નમો કમલમ્ કાર્યાલયનું લોકાર્પણ કર્યું. તેમણે ભાજપના કાર્યકરોની નિઃસ્વાર્થ સેવા અને લોકોપયોગી કાર્યોને બિરદાવ્યા હતા.

Breaking News : નવસારીમાં હાઈટેક 'નમો કમલમ્ કાર્યાલય' નું ઉદ્ઘાટન, PM મોદીએ કાર્યકરોની કર્તવ્યનિષ્ઠા અને વિકાસકાર્યોને બિરદાવ્યા
| Updated on: Sep 08, 2026 | 4:38 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નવસારી શહેરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ભવ્ય નમો કમલમ્ કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું. આ અત્યાધુનિક કાર્યાલય લગભગ 10 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને તેને દેશનું પ્રથમ AIથી સજ્જ કાર્યાલય હોવાનો ગર્વ પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે વડાપ્રધાનનું કળશ અને ડમરુ સાથે પરંપરાગત વાદ્યોના તાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીની મુલાકાત પર વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો, ખાસ કરીને જૂના જોગીઓના દર્શન થવાથી તેમને ખુશી થઈ હતી. તેમણે કાર્યકર્તાઓને મળવાને એક મોટો અવસર અને ઉત્સાહની ઘડી ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ કાર્યક્રમ માત્ર એક પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટન માટે નથી, પરંતુ નવસારી જિલ્લાના વિકાસ માટે કાર્યકર્તાઓ દ્વારા થઈ રહેલા અથાક પ્રયાસોને બિરદાવવા માટે છે. તેમણે ડોકટરો, વકીલો, એન્જિનિયરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જેવા વિવિધ વ્યવસાયના લોકોની ઉપસ્થિતિની નોંધ લીધી હતી.

PM નરેન્દ્ર મોદીએ ભાજપના નાનામાં નાના કાર્યકરની સેવા ભાવનાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, “ભાજપનો નાનો કાર્યકર પણ સત્તાના નશામાં ચકચૂર નથી થયો.” આટલા વર્ષો સુધી જનતાનો અતૂટ પ્રેમ અને ખોબલે ખોબલે મત મળવા છતાં, ભાજપના કાર્યકરોએ સેવાનો માર્ગ બરાબર પકડી રાખ્યો છે. તેમણે નવસારીના મતદારોનો ખાસ આભાર માન્યો, જેમણે ભૂતકાળમાં સી. આર. પાટિલને સૌથી વધુ મતથી જીતાડીને મોકલ્યા હતા, જેના કારણે સમગ્ર દેશમાં નવસારીનું નામ રોશન થયું હતું.

વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી માટે આરામ હરામ હૈ ફક્ત એક નારો નથી, પરંતુ એક પ્રતિબદ્ધતા છે, જેને દરેક કાર્યકર્તા દિવસ-રાત જનસેવા માટે જીવી રહ્યો છે. તેમણે નવસારી જિલ્લામાં ચાલી રહેલા માઈક્રો ક્લિનિંગ અભિયાન અને કુપોષણ મુક્ત જિલ્લો બનાવવાની પહેલને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, કાર્યકરોએ જનભાગીદારીથી સ્વચ્છતાને એક ઉત્સવ બનાવી દીધી છે અને જનસામાન્યની તાકાતથી આવતું પરિવર્તન સ્થાયી હોય છે અને નવો વિશ્વાસ પેદા કરે છે. આ અભિયાન ગુજરાત અને સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.

રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ કેટલા પ્રકારના હોય છે ? સાઇડથી લઈને આઇલેન્ડ પ્લેટફોર્મ સુધીની રસપ્રદ વિગતો

Follow Us
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
g clip-path="url(#clip0_868_265)">