PM Modi Gujarat Visit : નવસારીમાં નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું PM મોદીના હસ્તે ઉદ્ધાટન થયુ, દર્દીઓને કેન્સરને લગતી તમામ સુવિધાઓ મળી રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) પોતાના રાજકીય પ્રવાસમાં સ્વાસ્થ્ય શિક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પ્રયત્નો કર્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જનભાગીદારીથી વિકાસને ઝડપી બનાવવાનું પણ આહવાન કર્યું હતું.

PM Modi Gujarat Visit : નવસારીમાં નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું PM મોદીના હસ્તે ઉદ્ધાટન થયુ,  દર્દીઓને કેન્સરને લગતી તમામ સુવિધાઓ મળી રહેશે
Nirali Hospital inauguration by PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 2:42 PM

વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) ચોથી વાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાને નવસારીમાં 3 હજાર 50 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા પછી નવસારીમાં 500 બેડની ક્ષમતા ધરાવતા નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું (Nirali Multi Specialty Hospital) ઉદ્ઘાટન પણ કર્યુ. અતિ આધુનિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહેશે, સાથે જ નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ દ્વારા સારવાર આપવામાં આવશે. બીજી તરફ વડાપ્રધાને નાયક એજ્યુકેશન એન્ડ સ્કીલિંગ સેંટર ઓફ એક્સીલેન્સનું ઓપનિંગ પણ કર્યું.

વડાપ્રધાને કર્યુ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન

ચીખલીમાં PM એ 3050 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કર્યુ. ત્યાર બાદ તેમણે નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું પણ લોકાર્પણ કર્યું. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો દ્વારા PM મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. નવસારી ખાતે હેલ્થકેર હોસ્પિટલનું ઉદ્ધાટન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે,આ હોસ્પિટલ અને કોલેજનો લાખો લોકોને લાભ થશે.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

હોસ્પિટલમાં કેન્સરને લગતી તમામ સુવિધાઓ મળશે

તમને જણાવી દઈએ કે, આ હોસ્પિટલમાં 500 બેડની ક્ષમતા છે,પરંતુ હાલ 100 બેડ શરૂ કરાશે.ઉપરાંત આ હોસ્પિટલમાં કેન્સરને લગતી તમામ સુવિધાઓ દર્દીને મળી રહેશે. L એન્ડ ટી ગ્રુપના ચેરમેનની પૌત્રીના મૃત્યુ પછી અન્ય કોઇ દર્દીનું મૃત્યુ ન થાય તે માટે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યુ છે. કેન્સરના કારણે અઢી વર્ષની વયે L એન્ડ ટી ગ્રુપના ચેરમેનની પૌત્રીનું મૃત્યુ થયુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રાજકીય પ્રવાસમાં સ્વાસ્થ્ય શિક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પ્રયત્નો કર્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જનભાગીદારીથી વિકાસને ઝડપી બનાવવાનું પણ આહવાન કર્યું હતું. મા અમૃતમ કાર્ડ યોજના અંતર્ગત ગુજરાતમાંથી 40 લાખ લોકોએ લાભ લીધો હોવાનું જણાવ્યું હતું. જ્યારે ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં 11૦૦ જેટલી મેડિકલ કોલેજની બેઠકો હતી, જે તેમણે વધારીને છ હજાર સુધી પહોંચાડી છે અને હજુ પણ વધારવા માટેની તૈયારીઓ શરૂ કરી હોવાનું કહ્યુ હતું. ગુજરાતના વિકાસની વાતો કરતાં તેમણે નીતિ આયોગના સૂચકાંકને ટાંક્યો હતો અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગ્રોથમાં ગુજરાત પહેલા નંબરે આવ્યો હોવાનું કહ્યુ હતુ.

હોસ્પિટલમાં સુવિધાઓ

  1. હોસ્પિટલમાં કુલ 400 બેડની સુવિધા
  2. પ્રાથમિક ધોરણે 100 બેડ કરાશે શરૂ
  3. મલ્ટી કેર હોસ્પિટલમાં કેન્સરના ઈલાજ માટે આધુનિક સુવિધા
  4. કાર્ડિયાક, પીડિયાટ્રીક, સર્જરીની પણ સુવિધા
  5. વર્લ્ડ ક્લાસ MRIની સુવિધાથી સજ્જ હોસ્પિટલ
  6. એમ.કે.નાયક હેલ્થકેર કેમ્પસનું પણ PMના હસ્તે લોકાર્પણ
  7. 400 કરોડના ખર્ચે તૈયાર થઈ એમ.કે.નાયક હેલ્થકેર કેમ્પસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">