AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari : લાકડાં વીણવાની સામાન્ય તકરારમાં યુવાને પિતરાઈ ભાઈની હત્યા કરી નાંખી, પોલીસે ધરપકડ કરી

વિશાલ રવાના થઇ ગયો હતો જે બાદમાં કુકેરીથી રાનવેરીકલ્લા ઘરે જતા વિશાલ પટેલે ધમકી આપી હતી કે આજે તમો ઘરે આવો તમને પતાવી જ દઉં છું તેમ કહી ત્યાંથી ચાલ્યો ગયો હતો.

Navsari : લાકડાં  વીણવાની સામાન્ય તકરારમાં યુવાને પિતરાઈ ભાઈની હત્યા કરી નાંખી, પોલીસે ધરપકડ કરી
Murder in a small dispute
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 11:08 AM
Share

નવસારી(Navsari)માં લાકડા ભરવા બાબતે સામાન્ય બોલાચાલીમાં હત્યાના ગુનાને અંજામ આપી દેવતા પોલીસ તંત્ર દોડતું થયું છે.પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સામાન્ય તકરારમાં યુવાને તેના પિતરાઈ ભાઈનું ઢીમ ઢાળી દીધું હતું. લાકડા ભરવા બાબતે થયેલી તકરારની રીસ રાખી સાંજના સમયે હુમલો કરવામાં આવતા યુવાનનું મોત નીપજ્યું હતું. લાકડા ભીના હોવાની ફરિયાદ સાંભળવાના સ્થાને માર મારવામાં આવતા યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.બનાવ સંદર્ભે પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામનો આ બનાવ છે. ગણેશ ફળિયાના યુવાનો લાકડાના વેપારી માટે કુકેરી ગામે શાંતાબા હોસ્ટેલની બાજુમાં આવેલી આંબાવાડીમાં ટ્રેક્ટરમાં લાકડા ભરવા મજૂરીકામ માટે ગયા હતા. સવારે 11 વાગ્યાના અરસામાં ટ્રેક્ટરમાં લાકડા ભરતા હતા તે દરમિયાન હિતેશ પટેલે પિતરાઈ વિશાલ પટેલને વરસાદ પડ્યો હોવાથી લાકડા ભીના હોવાની ફરિયાદ કરી હતી. લાકડા ભરવા બાબતે બંને વચ્ચે તકરાર થઇ હતી. અચાનક ઉશ્કેરાયેલા વિશાલ પટેલ અપશબ્દો બોલતા હિતેષના ભાઈ કલ્પેશ પટેલે તેને અટકાવ્યો હતો.

અહીંથી વિશાલ રવાના થઇ ગયો હતો જે બાદમાં કુકેરીથી રાનવેરીકલ્લા ઘરે જતા વિશાલ પટેલે ધમકી આપી હતી કે આજે તમો ઘરે આવો તમને પતાવી જ દઉં છું તેમ કહી ત્યાંથી ચાલ્યો ગયો હતો. સાંજના સમયે હિતેશ અને કલ્પેશ સાથે અન્ય લોકો મજૂરી કામ પતાવી સાંજના 5.30 વાગ્યાના અરસામાં ઘરે આવ્યાં હતા. ​​​​​​​તે અરસામાં વિશાલ પટેલે અચાનક જ આવી કલ્પેશને ગાળો આપી હિતેશને માર માર્યો હતો. હિતેશને મારથી બચાવવા વચ્ચે પડેલ માતા અને પત્નીને પણ માર મારવામાં આવ્યો હતો. વિશાલે કલ્પેશને માર મારી પાકા ડામર રોડ પર જોરથી પછાડતા મોઢા તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા કલ્પેશ રોડ પર જ ઢળી પડ્યો હતો. ​​​​​​​​​​​​કલ્પેશને 108મા ટાંકલ પીએચસીમાં સારવાર અર્થે લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવની મૃતકના ભાઈ હિતેશ અમ્રતભાઈ પટેલે ફરિયાદ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી વિશાલ વિજયભાઈ પટેલે અટક કરી પીઆઇ કે.એચ.ચૌધરીએ તપાસ હાથ ધરી હતી.

Follow Us
વેપારમાં નવી ભાગીદારી અને ધનલાભના શુભ યોગ, જુઓ આજનું રાશિફળ
વેપારમાં નવી ભાગીદારી અને ધનલાભના શુભ યોગ, જુઓ આજનું રાશિફળ
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
g clip-path="url(#clip0_868_265)">