Navsari : PM મોદીના કાર્યક્રમમાં 5 જિલ્લાની ચાર લાખથી વધુની મેદની એકત્રિત થવાનું અનુમાન, તંત્ર તડામાર તૈયારીમાં જોતરાયું

|

Jun 08, 2022 | 1:34 PM

વડા પ્રધાનના આગમનના કાર્યક્રમના સમગ્ર આયોજનની તાડમાર તૈયારીઓ પ્રશાસને શરૂ કરી દીધી છે. ગુજરાત ગૌરવ અભિયાનમાં સહભાગી થનારી જંગી જનમેદનીની સગવડ અને અવ્યવસ્થા ન થાય તે માટે જરૂરી તમામ પ્રકારની સુવિધા સાથે મોટો ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે .

Navsari : PM મોદીના કાર્યક્રમમાં 5 જિલ્લાની ચાર લાખથી વધુની મેદની એકત્રિત થવાનું અનુમાન, તંત્ર તડામાર તૈયારીમાં જોતરાયું
PM Narendra Modi
Image Credit source: PTI

Follow us on

10 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM NARENDRA MAODI ) નવસારી(Navsari)ની મુલાકાતે પધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 10 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામા યોજાનારા ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારા આ મહાસંમેલનમાં દક્ષિણ ગુજરાતના નવસારી , સુરત , વલસાડ , ડાંગ અને તાપી , ભરૂચ જિલ્લાની મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપા કાર્યકરો અને અગ્રણીઓ સાથે વહીવટી તંત્ર પણ ભારે જહેમત ઉઠાવી રહ્યું છે.

વડા પ્રધાનના આગમનના કાર્યક્રમના સમગ્ર આયોજનની તાડમાર તૈયારીઓ પ્રશાસને શરૂ કરી દીધી છે. ગુજરાત ગૌરવ અભિયાનમાં સહભાગી થનારી જંગી જનમેદનીની સગવડ અને અવ્યવસ્થા ન થાય તે માટે જરૂરી તમામ પ્રકારની સુવિધા સાથે મોટો ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે . આ ડોમમાં દરેક તાલુકા અને જિલ્લામાંથી આવનાર લોકો માટે એન્ટ્રી અગાઉથી સુનિશ્ચિત કરવામાં આવી છે. આમંત્રિતોને જિલ્લા વાઈઝ બ્લોકમાં બેસાડવા માટે વ્યવસ્થા હાથ ધરાઈ છે. સંપૂર્ણ ડોમમાં બેરિકેટ અને સાઈન બોર્ડ દ્વારા નિર્દેશ માટે વ્યવસ્થા રખાઈ છે .

નવસારી જિલ્લાના ખુડવેલ ગામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના ચાર લાખથી વધુ લોકો માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકવીસ સો કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના રાજ્યપાલ તથા ગુજરાતના મુખ્યમંત્રી 10 જૂનના રોજ આવી રહ્યા છે જેને લઇને સમગ્ર જિલ્લાનું તંત્ર કામે લાગી ગયું છે નવસારી જિલ્લામાં ખુડવેલ ગામે દક્ષિણ ગુજરાતનો જાહેર કાર્યક્રમ તથા નવસારીની એએમ નાયક ચેરીટેબલ ટ્રસ્ટની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન આવી રહ્યા છે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ચાર લાખ લોકોની બેસવા માટે સાતડો બનાવવામાં આવ્યા છે 26000 વાહનોનું પાર્સિંગ થઈ શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે બેઠક વ્યવસ્થા માટે બે IAS , એક IFS અને 10 નાયબ કલેકટર કક્ષાના અધિકારી અને સાથે 500 કર્મચારીઓ બેઠક વ્યવસ્થામાં જોતરાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળવા જનાર તમામ લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવશે સાથે ખુડવેલ ગામ નજીક આવેલી PHC અને CHC ધમધમતી કરવામાં આવી છે અને તમામ પાર્કિંગમાં મેડિકલની વ્યવસ્થાઓ કરવામાં આવી છ

ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર સુરક્ષા તંત્ર અને વિવિધ એજન્સીઓ કામે લાગી છે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય એ ને ધ્યાને રાખીને  વ્યવસ્થા પણ કરવામાં આવી રહી  છે

Next Article