AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi થોમસ કપ વિજેતા ટીમના ખેલાડીઓને મળ્યા, કહ્યું- સાત દાયકાની રાહનો અંત આવ્યો, Watch Video

Thomas Cup 2022 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​થોમસ કપ જીતીને ઈતિહાસ રચનારા ભારતીય બેડમિન્ટન ખેલાડીઓને દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર મળ્યા હતા. આ દરમિયાન તમામ ખેલાડીઓએ પોતાના અનુભવો વડાપ્રધાન સાથે શેર કર્યા હતા.

PM Narendra Modi થોમસ કપ વિજેતા ટીમના ખેલાડીઓને મળ્યા, કહ્યું- સાત દાયકાની રાહનો અંત આવ્યો, Watch Video
PM Narendra Modi with Thomas Cup winners
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 10:39 AM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ​​થોમસ કપ (Thomas Cup 2022) જીતીને ઈતિહાસ રચનારા ભારતીય બેડમિન્ટન ખેલાડીઓને દિલ્હીમાં પોતાના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર મળ્યા હતા. આ દરમિયાન તમામ ખેલાડીઓએ પોતાના અનુભવો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શેર કર્યા હતા. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે સામેનો સ્પર્ધક ગમે તેટલો શક્તિશાળી હોય. તે કોણ છે, તેનો રેકોર્ડ શું રહ્યો છે તેનાથી વધુ આજના ભારત માટેનું તેનું પોતાનું પ્રદર્શન વધુ મહત્વનું છે. આપણે જુસ્સા સાથે આગળ વધવાનું છે. બેડમિન્ટન ટીમને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે તમે સાત દાયકાની રાહ પૂરી કરી છે અને આ માટે ખૂબ ખૂબ અભિનંદન.

પીએમ મોદીએ ખેલાડીઓને મળ્યા ટ્વીટ કરીને કહ્યું, “આજે બેડમિન્ટન ચેમ્પિયન સાથે વાતચીત કરી. જેમણે થોમસ કપ અને ઉબેર કપના તેમના અનુભવો શેર કર્યા. ખેલાડીઓએ તેમની રમતના વિવિધ પાસાઓ, બેડમિન્ટન ઉપરાંત જીવન અને ઘણું બધું વિશે વાત કરી. ભારતને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે.’ PM મોદીએ અહીં ભારતીય બેડમિન્ટન ટીમના કેપ્ટન કિદામ્બી શ્રીકાંતને તેમના અનુભવ માટે પૂછ્યું અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં અને આટલી મોટી ટુર્નામેન્ટમાં ટાઇટલ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ તેમની પ્રશંસા કરી.

ભારતે 14 વારના ચેમ્પિયન ઇન્ડોનેશિયાને માત આપી હતી

જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે ભારતની પુરૂષ બેડમિન્ટન ટીમે એકતરફી ફાઇનલમાં 14 વખતની ચેમ્પિયન ઇન્ડોનેશિયાને 3-0 થી હરાવીને પ્રથમ વખત થોમસ કપ ટાઇટલ જીતીને ઇતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું હતું. ભારતીય ટીમે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંત ઉપરાંત વિશ્વની આઠમાં નંબરની જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ટીમ માટે યાદગાર જીત નોંધાવી હતી.

ભારતીય ટીમ આ પહેલા ક્યારેય ફાઇનલમાં પહોંચ્યું ન હતું

ભારતે આખા અઠવાડિયા દરમિયાન શાનદાર પ્રદર્શન સાથે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનો અંત કર્યો. તમને જણાવી દઇએ કે ભારતીય ટીમ આ પહેલા ક્યારેય ફાઇનલમાં પહોંચ્યું ન હતું. ભારતીય ટીમ 1979 પછી ક્યારેય થોમસ કપની સેમિ ફાઇનલમાં પણ પહોંચી શકી નથી અને તેણે અહીં ટાઇટલ જીત્યું. ભારતીય ટીમે મલેશિયા અને ડેનમાર્ક જેવી મજબૂત ટીમને હરાવી હતી. કેપ્ટન કિદામ્બી શ્રીકાંત, ચિરાગ-સાત્વિકની જોડી અને યુવા શટલર લક્ષ્ય સેને ભારતને થોમસ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય એચએસ પ્રણય પણ મુશ્કેલ સમયમાં ઈજાગ્રસ્ત હોવા છતાં જીત્યો હતો અને દેશને ચેમ્પિયન બનાવવામાં મદદ કરી હતી.

Follow Us
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">