Navsari: પહેલા તાઉતે અને હવે કમોસમી વરસાદે વધારી ખેડૂતોની મુશ્કેલી, જમરૂખનાં પાકને નુક્શાન

Navsari : નવસારીમાં તાઉ તે વાવાઝોડું અને ત્યાર બાદ કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. જેમાં જમરૂખના (Pear) પાક ઉપર ફંગસ લાગી જતા સંપૂર્ણ ખેતી જમીન દોષ થવા પામી છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 15, 2021 | 10:49 AM

Navsari : નવસારીમાં તાઉ તે વાવાઝોડું (Cyclone Tauktae) અને ત્યાર બાદ કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. વાવાઝોડાને પગલે બાગાયતી પાકને વરસાદના કારણે મોટું નુકશાન થયું છે. જેમાં જમરૂખના (Pear) પાક ઉપર ફંગસ લાગી જતા સંપૂર્ણ ખેતી નિષ્ફળ થવા પામી છે.

નવસારી જીલ્લાના કુરેલ ગામમાં 3500 જેટલા ઝાડ છે જેમાં જમરૂખની ખેતી થાય છે. ખાસ કરીને આ જમરૂખનું મોટા ભાગે એક્સપોર્ટ થતું હોય છે. વન કેજી નામથી ઓળખાતા આ જમરૂખની અન્ય શહેરોમાં વધુ માગ હોવાથી તેને એક્સપોર્ટ કરવામાં આવતા હતા. પરંતુ પહેલા લોકડાઉને ખેડૂતોની આવક પર પાટું માર્યું ત્યારબાદ હેમખેમ કરીને ઉભો થયેલા ખેડૂતનો તાઉ તે વાવાઝોડાના ઝાપટાએ પાક સંપૂર્ણ નષ્ટ કરી નાખ્યો છે.

જમરૂખની વાડીમાં ઘણું નુકશાન થયું છે. 7 વર્ષ થયા છે દર વર્ષે 40-50 લાખ નીકળે છે. આ વખતે લોકડાઉન કરતા પણ ગંભીર પરિસ્થતિ છે. વાવાઝોડાના કારણે બધો પાક નીચે પડયો છે. બચેલા પાકમાં વરસાદને કારણે ફંગલ ઇન્ફેકશન લગતા નુકશાન થયું છે. જેને લઇ મજુરીના પૈસા પણ નથી નીકળતા અને ટોટલ નુકશાન છે.

દર વર્ષે 40 થી 50 લાખની જમરૂખની ખેતી કરતો ખેડૂત હાલ મજુરીના પૈસા ચુકવવા માટે પણ દુવિધામાં પડ્યો છે. જમરૂખના પાક ઉપર કરવામાં આવતું કાગળનું પેકિંગ જે ફળને અન્ય રોગથી રક્ષણ આપે પરંતુ વરસાદના કારણે આ પેકિંગ બગડી જતા ફળ ઉપર બેક્ટેરિયાએ ધામો નાખ્યો હતો. 3500 જેટલા ઝાડ ઉપર રહેલા તમામ ફળો ખરાબ થતા ખેડૂતો ફરી ઉભા થઇ શકે તે માટે મદદ માંગી રહ્યા છે .

Follow Us:
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">