Monsoon 2022: નવસારી જિલ્લો વરસાદના કારણે પ્રભાવિત, પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર
કાવેરી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે જેને લઈને ચીખલી તાલુકાના પ્રતાપ નગર ગામનું સ્મશાન પાણીમાં ગરમ થઇ ગયું છે કાવેરી નદી કાંઠાના 10 થી વધુ ગામના લોકો પ્રભાવિત થઈ રહ્યા છે જેને લઇને તંત્ર એલર્ટ થઈ ગયું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાત (south gujarat) માં વરસાદી માહોલ જામ્યો છે જેમાં નવસારી (Navsari) જિલ્લો વરસાદના કારણે પ્રભાવિત થઈ રહ્યો છે વાસદા તાલુકામાં અને ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ (Rain) ના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળવાના બનાવો પણ બન્યા છે સુરથઈ ગામ નજીક આવેલા અને ઉનાઈ તથા અનાવલ વિસ્તારના લોકો માટે મુખ્ય માર્ગ ગણાતા માર્ગ પર પાણી પરિવર્તતા લોકોની સમસ્યામાં વધારો થયો છે લોકોના ઘરોમાં પણ પાણી ભરવાના બનાવ્યા છે જેને લઇને લોકો પ્રભાવિત થયા છે.
નવસારી જિલ્લાના ઉપરવાસમાં દેમાર વરસાદના કારણે નવસારી જિલ્લાની લોકમાતા ગણાતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થાય એવી શક્યતાઓ જોવાઈ રહી છે. નવસારી જિલ્લામાંથી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે જેને લઈને ચીખલી તાલુકાના પ્રતાપ નગર ગામનું સ્મશાન પાણીમાં ગરમ થઇ ગયું છે કાવેરી નદી કાંઠાના 10 થી વધુ ગામના લોકો પ્રભાવિત થઈ રહ્યા છે જેને લઇને તંત્ર એલર્ટ થઈ ગયું છે.
વાંસદા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વાંસદા તાલુકાના કુકેરી ગામથી અનાવલ ઉનાઈને જોડતો મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકો પરેશાન થયાં છે. રસ્તા પર પાણી ભરાતા અનેક ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યાં છે. વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે.
નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે વાંસદા તાલુકાના લાખાવાડી ગામે ઘર ઉપર સાગનું ઝાડ પડતા ભારે નુકસાન થયું છે. લાખાવાડી ગામના પટેલ ફળિયામાં સવિતાબેન પટેલના ઘર ઉપર રાત્રીના સમયે સાગનું ઝાડ પડ્યું હતું. સાગનું ઝાડ પડવાથી ઘરને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ઘર વખરીનો સમાન તેમજ ઘરમાં રાખેલું અનાજ પલળી જતા પરિવાર માટે આભ તૂટી પડ્યુ હોય તેવી સ્થિતી થઈ છે.
વાંસદા તાલુકામાં ભારે વરસાદના કારણે જિલ્લાની જીવા દોરી સમાન જુજ અને કેલિયા ડેમમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થઈ છે. છેલ્લા 24 કલાકમાં જૂજ ડેમમાં 2.4 cm નો વધારો થયો છે. તો બીજી તરફ કેલિયા ડેમની સપાટી 107.80 ને પાર પહોંચી છે.
નવસારી જિલ્લામાં રાત્રે 10 થી સવારે 06 સુધીના આંકડા
- નવસારી 36mm
- જલાલપોર 38mm
- ગણદેવી 42mm
- ચીખલી 132mm
- વાંસદા 128 mm
- ખેરગામ 108 mm