Navsari : લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, શહેરીજનોમાં ખુશીનો માહોલ
શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. દક્ષિણ ગુજરાતના નવસારી શહેર અને આસપાસના ગામડાઓમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા
Navsari : શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. દક્ષિણ ગુજરાતના નવસારી શહેર અને આસપાસના ગામડાઓમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા આ વરસાદને પગલે ભારે ઉકળાટ અને બફારાથી પરેશાન લોકોને રાહત મળી છે. જોકે છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાઇ જતા શહેરીજનોમાં ચિંતા વ્યાપી હતી. પરંતુ, ધીમીધારે આજે વરસાદની પધરામણી થતા લોકોને આંશિક રાહત થઇ છે. નોંધનીય છેકે હવામાન વિભાગે 15 ઓગસ્ટ બાદ સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે લોકો વરસાદની હજુ ચાતક નજરે રાહ જોઇ રહ્યાં છે. જેથી ખેતીના પાકને જીવતદાન મળે.
Latest Videos
Latest News