Navsari : શ્રાવણીયા જુગાર ઉપર દરોડો પાડી 15 જુગારીયાઓને ઝડપી પડાયા , રૂપિયા 5.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

પોલીસે દરોડો પાડી કુલ ૧૫ જેટલા લોકોને રોકડા રૂપીયા 89000 અને 6 વાહનો મળી કુલ્લે રૂપિયા 5.50 લાખના ના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

Navsari : શ્રાવણીયા જુગાર ઉપર દરોડો પાડી 15 જુગારીયાઓને ઝડપી પડાયા , રૂપિયા 5.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
Legal action was taken against 15 people
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 8:08 AM

નવસારી(Navsari) પોલીસે શ્રાવણીયા જુગાર રમતા 15 શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નવસારી જીલ્લા પોલીસ અધિક્ષક ઋષીકેશ ઉપાધ્યાય દ્વારા પોલીસ અધિકારીઓને શ્રાવણીયા જુગાર સામે કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર અંગેની માહીતી મેળવવા બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. પોલીસ ઈન્સ્પેકટર કે.એચ.ચૌધરીએ સર્વેલન્સ સ્કોડના PSI એસ.એ.ગોસ્વામી તથા સ્ટાફને નવસારી ટાઉન વિસ્તારમાં આવેલ આંટીયાવાડ સૌહરાબ બાગ નજીક તરીઢા બજાર પારસી અગિયારી પાસે ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્રભાઈ ઠાકોરભાઈ મૈસુરીયાના મકાનમાં જુગારની ક્લ્બ ચાલતી હોવાની માહિતી મેળવી રેડ કરી હતી. પોલીસે દરોડો પાડી કુલ ૧૫ જેટલા લોકોને રોકડા રૂપીયા 89000 અને 6 વાહનો મળી કુલ્લે રૂપિયા 5.50 લાખના ના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

પોલીસે દરોડાની કાર્યવાહીમાં જુગારની ક્લબના સંચાલક ધર્મેશ હર્ડ ધર્મેન્દ્રભાઈ ઠાકોરભાઈ મૈસુરીયા રહેવાસી આંટીયાવાડ સોહરાબ બાગ નજીક તરોટા બજાર પારસી અગિયારી પાસે નવસારી ઉપરાંત રાજેશાભાઈ દેવરાજભાઈ મરીડીયા રહે. આદિત્ય એપાર્ટમેન્ટ, વલ્લભ હવેલીની સામે તાકદનગર, નવસારી , હૈતલકુમાર પ્રકાશચંદ્ર શાહ શેફાયર એપાર્ટમેન્ટ, ટાટા હોલની સામે નવસારી , નયનભાઈ ભરતભાઈ પ્રજાપતિ રહે. સરદાર ટાઉનશીપ રેલવે સ્ટેશન રોડ નવસારી , કમલભાઈ ચંપકભાઈ રાજપુત રહે. શિવકૃપા એાર્ટમેન્ટ નવસારી , અનિલભાઈ વેલજીભાઈ પટેલ રહે શતવન પેલેસ વિજલપોર નવસારી , દિનેશભાઈ મોહનભાઈ મહાજન રહે.સહયોગ સોસાયટી જલાલપોર નવસારી , ચંદ્રકાંત રજંસીંગ ગિરાસે રાધેશ્યામ રેસીડેન્સી નવસારી , છોટુભાઈ ભીમસીંગ ગીરાસે રહે – સુર્યનગર -૧ વિજલપોર નવસારી , દીલીપભાઈ હીમંતરાવ પાટીલ સાઈ બંગ્લોઝ શમનગર પાસે વિજલપોર નવસારી , નરેશભાઈ પરસોતમભાઈ ચૌહાણ રોહીતવાસ હાંસાપોર ગામ તા.જલાલપોર જી.નવસારી , જીગ્નેશભાઈ કિશોરભાઈ ગોહીલ સત્યમ શિવમ સુંદરમ સોસાયટી વિજલપોર જી.નવસારી, દિનેશભાઈ હીરાભાઈ પટેલ જલાલપોર જી.નવસારી , સુનિલભાઇ દિલિપભાઇ મિસ્ત્રી આકાર પાર્ક સોસાયટી વિજલપોર તા.જલાલપોર જી.નવસારી , રામદાસ બાબાસાહેબ ઠકકર રહે – આકાર પાર્ક સોસાયટી વિજલપોર તા જલાલપોર જી.નવસારીની સામે કરદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ધરપકડ કરાયેલ 15 ઇસમોને મોબાઇલ ફોન , વાહનો તથા રોકડા રૂપિયા 89000 મળી કુલ રૂપિયા 5.50 લાખના મુદામાલ સાથે ઝડપી પડી જુગારધારાની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. દરોડાની કામગીરીમાં કે એચ.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર નવસારી ટાઉન પો.સ્ટે . સાથે એસ.એફ.ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેકટર અને પોલીસકર્મીઓ વિષ્ણુભાઇ પીરાભાઇ , અલ્પેશભાઇ દિનુભાઇ , વિજયભાઇ મોહનભાઇ , વિપુલભાઇ નાનુભાઇ , હિતેન્દ્ર ઉમેદભાઇ , નિતેશભાઇ બાબુભાઇ , હીતેશભાઇ રમણીકભાઇ , રાજેન્દ્રભાઇ અમૃતભાઇ અને મનોજભાઇ જુલાભાઇ જોડાયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">