Monsoon 2024 : ફરી વખત પૂરના પાણીમાં ડૂબ્યું નવસારી ! ગણદેવીના અનેક વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર, જુઓ Video

|

Aug 26, 2024 | 6:12 PM

નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. નવસારીમાં કુલ 1573 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુવા માટે ધાબળા, ચાદર, ગાદલા સહિત ચા-નાસ્તો, ભોજન, સ્વચ્છ પાણી, શૌચાલય અને પોલીસ બંદોબસ્ત, મેડિકલ ટીમની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

Monsoon 2024 : ફરી વખત પૂરના પાણીમાં ડૂબ્યું નવસારી ! ગણદેવીના અનેક વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર, જુઓ Video

Follow us on

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઇ પણ અગવડ ન પડે તેની તકેદારી સાથે કામગીરી કરી રહ્યું છે.

છેલ્લા બે દિવસથી સ્થાનિક અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં પણ ધરખમ વધારો થતા નદીની આસપાસના વિસ્તારોના નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.

આજનું રાશિફળ તારીખ : 18-09-2024
જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024

બિલિમોરા નગર પાલીકા વિસ્તારના કુલ-776 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

આજરોજ ગણદેવી તાલુકાના બિલિમોરા નગર પાલીકા વિસ્તારના કુલ-776 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જહેમત બીલીમોરા નગરપાલિકા સહિત જિલ્લા તંત્રએ ઉઠાવી છે. સ્થળાંતરિત કરેલા નાગરિકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુવા માટે ધાબળા, ચાદર, ગાદલા સહિત ચા-નાસ્તો, ભોજન, સ્વચ્છ પાણી, શૌચાલય અને પોલીસ બંદોબસ્ત, મેડિકલ ટીમ પણ ગોઠવવામાં આવ્યા છે.

ગણદેવીમાં 195 નાગરિકો હાલ આશ્ર્યસ્થાન ઉપર ખસેડાયા

ગણદેવી તાલુકાના ઉંડાચ વા.ફ., દેવધા, તોરણગામ, ઉંડાચ લુ.ફ., ભાઠા, બીલીમોરા નગર પાલીકા, તલીયારા, સરીખુર્દ, વાધરેચના લોકોને સ્થળાંતરિત કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જેમાંથી 195 નાગરિકો હાલ આશ્ર્યસ્થાન ઉપર અને અન્ય નાગરિકો પોતાના સગાસંબંધિ તથા અન્ય સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ આશ્ર્યસ્થાન ઉપર નાગરિકો માટે અંદાજીત ફુડ પેકેટની વ્યવસ્થા વિવિધ ગ્રામ પંચાયત, જલારામ માનવ સેવા ટ્રસ્ટ-બીલીમોરા, ગણદેવી નગરપાલીકા અને જિલ્લા તંત્રના સંકલનમાં રહીને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી.

નવસારી શહેરની વાત કરવામાં આવે તો નવસારી શહેરની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિને કારણે શહેરના ઠક્કર બાપા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી પ્રવેશતા ગણપતિ દાદાને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, ઠક્કર બાપા વિસ્તારના ગણપતિ મંડપમાં પાણી આવતા ગણેશ ભક્તોએ ગણપતિદાદાને સુરક્ષિત સ્થળે ખસેડ્યા.

નવસારી શહેરમાં પાણી ભરાયેલા વિસ્તારો…

  • ભેંસત ખાડા,
  • રીંગરોડ,
  • મીથીલા નગરી,
  • રંગુન નગર,
  • કાશીવાડી,
  • કાલીયાવાડી,
  • કાછીયાવાડી,
  • કમેલા રોડ,
  • ગધેવાન વિસ્તાર,

નવસારી જિલ્લામાં વરસી રહેલ અનરાધાર વરસાદને કારણે સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં કામગીરી કરી રહ્યું છે ત્યારે આજરોજ નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓમાં પાણીના સ્તરમાં સતત વધારો થતા નાગરિકોને સલામત સ્થળે પહોચાડવાની ફરજ પડી હતી. નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકાના ફાયર સ્ટેશનના કર્મચારીઓ સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે આજે ગણદેવી તાલુકાના બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ દેસરા કુંભારવાડમાં 20 વ્યક્તિઓ ફ્સાઇ જતાં બીલીમોરા નગરપાલિકાની ટીમ દ્વારા નાગરિકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા છે.

  • નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિ અંગે જિલ્લા કલેકટરે આપી માહિતી
  • નવસારીમાં કુલ 1573 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા
  • ગણદેવી તાલુકાના સાલેજ ગામમાં એક વ્યક્તિનું મોત થયું હોવાની પુષ્ટિ
  • પૂર્ણા નદીની સપાટી 30 ફૂટ સુધી જવાની સંભાવના
  • આવતીકાલે મંગળવારે બપોર સુધી પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ સુધી પહોંચશે
  • અંબિકા નદીની સપાટીમાં પણ વધારો થવાની સંભાવના
  • ગણદેવી તાલુકામાંથી 29 લોકોનું કરવામાં આવ્યું.
  • આવતીકાલે બપોર સુધી લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે નવસારી જિલ્લા વહીવટી તંત્રની અપીલ

(ઈનપુટ ક્રેડિટ – નીલેશ ગામીત, નવસારી)

Published On - 6:08 pm, Mon, 26 August 24

Next Article