દક્ષિણ ગુજરાતમાં માવઠાનો કહેર, ડાંગર બગડતા પૌવા ઉદ્યોગને સીધી અસર, જુઓ Video
દક્ષિણ ગુજરાતનો પૌવા ઉદ્યોગ સમગ્ર દેશમાં જાણીતો છે. નવસારીના પૌવા સમગ્ર દેશમાં અને નિકાસ કરવામાં આવે છે. પૌવાની ગુણવત્તાને લીધે માંગ વધારે છે. પરંતુ વરસાદી માહોલને પગલે ડાંગર પલળી જતા એક ગ્રેડ ના પૌવા બનાવવામાં પૌવા ઉદ્યોગને મુશ્કેલી નડી રહી છે. કમોસમી વરસાદના કારણે પલળી ગયેલા ડાંગરથી ઉદ્યોગને મોટું નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

પૌવા એ તમામ વર્ગના લોકોને પરવડે તેમજ સૌથી સસ્તો અને ઝડપી તૈયાર થતો નાસ્તો છે. નવસારી જિલ્લામાં પૌવાની 22 જેટલી મોટી મીલો આવેલી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગર આધારિત પૌવા ઉદ્યોગ સમગ્ર દેશમાં જાણીતો બન્યો છે. દર વર્ષે 1000 કરોડથી વધુનું ત્રણ ઓવર કરે છે અને 25 હજારથી વધુ લોકોને રોજગારી આપે છે.
પૌવા ઉદ્યોગને કારણે ખેડૂતોને પણ સારા ભાવો મળી રહે છે. પૌવા માટે દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત અને છત્તીસગઢ વિસ્તારમાંથી ડાંગર લાવીને પૌવા બનાવીને ઉત્તર ભારતમાં મોકલવામાં આવે છે. જેને ખૂબ માંગ છે પરંતુ નિકાસ માટે એ ગ્રીનના પૌવા બનાવવા માટે હાલના સમયે પલળી ગયેલા ડાંગરનો ઉપયોગ થઈ શકતો નથી.
પલળી ગયેલા ડાંગર માંથી બનતા પૌવાની ક્વોલિટી બગડતી હોય છે જેના કારણે માંગ રહેતી નથી. કમોસમી વરસાદના કારણે મોટા પાયે ડાંગર ભીનું થઈ ગયું છે જેને કારણે ઉમા ઉદ્યોગને જરૂરી ડાંગર મળી શકશે કે કેમ તેની સામે સવાલો ઊભા થયા છે…
નવસારી જિલ્લાનો પૌવા ઉદ્યોગ ખેડૂતોને સારા ભાવો આપવાની સાથે ₹25,000 થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. અન્ય રાજ્યોમાં નિકાસના કારણે 1000 કરોડથી વધુનું ટર્નઓવર થાય છે જે નવસારી માટે આર્થિક ઉપાર્જન નું સાધન બન્યુ છે પરંતુ કોમો સમય વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે અને પૌવા ઉદ્યોગની સામે પણ પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.
